Five Day Working in Banks: બેંકોનો OPEN અને CLOSE થવાનો બદલાઈ રહ્યો છે સમય, અઠવાડિયામાં 2 દિવસ બેન્કો રહેશે બંધ
Five Day Working in Banks: LICએ વર્ષ 2022માં શેરબજારમાં લિસ્ટિંગ પહેલાં ફાઈવ ડે વીક જાહેર કરી દીધો હતો. આ પછી બેંક યુનિયનો તરફથી બેન્કોમાં પણ ફાઈવ ડે વીકની માગ ઉગ્ર બની હતી. આગામી દિવસોમાં શનિ અને રવિ કાયમી બેન્કો બંધ રહે તો નવાઈ નહીં...
Trending Photos
Indian Banks Association: જો તમે પોતે બેંક કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ બેંક કર્મચારી છે, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. હા, બેંક કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગ હવે પૂરી થઈ શકે છે. આ મુજબ, બેંક કર્મચારીઓ માટે ટૂંક સમયમાં પાંચ દિવસીય સપ્તાહની (five day week)સુવિધા લાગુ કરવામાં આવી શકે છે. આ અંગે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક એમ્પ્લોઈઝ વચ્ચે સમજૂતી થઈ છે. પરંતુ એક મહિનામાં બે રજાઓના વધારાને કારણે બેંક કર્મચારીઓના કામકાજના કલાકોમાં વધારો થશે.
દરરોજ 40 મિનિટ વધુ કામ કરવું પડશે
નવી સહમતિ પ્રમાણે બેંક કર્મચારીઓએ દરરોજ 40 મિનિટ વધુ કામ કરવું પડશે. તમને જણાવી દઈએ કે રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે. પરંતુ હવે આગામી સમયમાં દર શનિવાર અને રવિવારે બેંકો બંધ રહેશે. આ અંગે ટૂંક સમયમાં નવી વ્યવસ્થા શરૂ થઈ શકે છે. આ અંગે એસોસિએશન દ્વારા સંમતિ આપવામાં આવી છે. બેંક યુનિયનો લાંબા સમયથી ફાઈવ ડે વર્કિંગની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Electric Bill: AC સાથે પંખો ચલાવવાથી લાઇટબિલ ઓછું આવે છે? ખૂબ ઓછા લોકો જાણે છે જવાબ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ
આ પણ વાંચો: ખાતા હશો પણ ખબર નહી હોય, રોટલી પીરસવાનો પણ છે નિયમ, તમે ભૂલ નથી કરતા ને!
LICમાં ગયા વર્ષે થયો હતો ફાઈવ ડે વીક
વર્ષ 2022માં LICમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ પહેલાં ફાઈવ ડે વીક જાહેર કરાયો હતો. બેંક યુનિયનો તરફથી ફાઈવ ડે વીકની ઘણા સમયથી માગ થઈ રહી હતી. ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સના જનરલ સેક્રેટરી એસ નાગરાજને જણાવ્યું હતું કે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 25 હેઠળ સરકારે તમામ શનિવારને રજા તરીકે જાહેર કરવી પડશે.
આ પણ વાંચો: એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, જાણો બોલીવુડમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ આ અભિનેત્રી?
આ પણ વાંચો: Shani Dev: આ છે શનિદેવની મનપસંદ રાશિઓ, બનાવી દે છે રંકમાંથી રાજા
આ પણ વાંચો: વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે? જાણો શું છે નાસ્ત્રોદમસની ભવિષ્યવાણી
રિપોર્ટ અનુસાર, કર્મચારીઓને દરરોજ સવારે 9.45 થી સાંજના 5.30 સુધી 40 મિનિટ વધુ કામ કરવાની જરૂર પડશે. એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ જણાવ્યું કે IBA દ્વારા આ પ્રસ્તાવ પર સંમતિ આપવામાં આવી છે. બેંક કર્મચારીઓનું કહેવું છે કે મોટાભાગના ગ્રાહકો મોબાઈલ બેંકિંગ, એટીએમ અને ઈન્ટરનેટ બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં તે કેટલાક ગ્રાહકો શાખાની મુલાકાત લેવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો: નિવૃતિ પછી કેવી રીતે 18,857 રૂપિયાનું પેન્શન મળશે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો: સાસરીયાઓએ સોનાની ઇંટો વડે નવવધૂને તોલી, જોતા જ રહી ગયા મહેમાનો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે