7th Pay Commission: ખુશ થઈ જશે કેન્દ્રીય કર્મચારી, DA બાદ હવે બેસિક સેલેરી વધારવાની તૈયારી, ₹12,604 વધશે પગાર

7th pay commission latest news: સરકાર આવનારા સમયમાંપગાર પંચ (pay commission)ને ખતમ કરી નવી ફોર્મ્યુલા લાગૂ કરવા જઈ રહી છે. તેમાં ફિટમેન્ટ ફેક્ટર (fitment factor) ને બદલી શકાય છે. તેમાં ફેરફાર થયા બાદ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે. 
 

7th Pay Commission: ખુશ થઈ જશે કેન્દ્રીય કર્મચારી, DA બાદ હવે બેસિક સેલેરી વધારવાની તૈયારી, ₹12,604 વધશે પગાર

નવી દિલ્હીઃ 7th pay commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે આવનારૂ વર્ષ ફાયદાકારક હોઈ શકે છે. તેની બેસિક સેલેરી (basic salary)માં રિવિઝનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સરકાર આવનારા સમયમાં પગાર પંચ (pay commission) ને ખતમ કરી નવો ફોર્મ્યુલા લાગૂ કરવા જઈ રહી છે. તેમાં ફિટમેન્ટ ફેક્ટરને બદલી શકાય છે. તેને બદલવાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે. લાંબા સમયથી કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે તેના ફિટમેન્ટ ફેક્ટરમાં રિવિઝન કરવામાં આવે. સૂત્રો પ્રમાણે આગામી વર્ષે સરકાર ફિટમેન્ટ ફેક્ટરની સમીક્ષા કરી તેને વધારી શકે છે. વર્તમાન ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણી છે. 

કેટલું વધી શકે છે ફિટમેન્ટ ફેક્ટર
ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની બે બાજુઓ છે. પ્રથમ ફિટમેન્ટ પરિબળ 2.57 ગણાથી વધારીને 3 કરવું જોઈએ. તેનાથી કર્મચારીઓના મૂળ પગારમાં લગભગ 3000 રૂપિયાનો વધારો થશે. બીજી તરફ, 7મા પગાર પંચની ભલામણો અનુસાર ફિટમેન્ટ ફેક્ટરને 3.68 ગણો વધારવો જોઈએ. જેના કારણે કર્મચારીઓના પગારમાં લગભગ 8000 રૂપિયાનો તફાવત આવશે. ખરેખર, તેની ગણતરી પે બેન્ડ અનુસાર બદલાય છે.

7th Pay Commission Fitment Factor 2.57
પગાર પંચ બાદ કર્મચારીઓની બેસિક સેલેરી નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટરની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. છઠ્ઠા પગાર પંચની ભલામણ પ્રમાણે ફિટમેન્ટ રેશિયો 1.86 હતો, પરંતુ સાતમું પગાર પંચ લાગૂ થયા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પે-બેન્ડ પર સામાન્ય ફિટમેન્ટ બેનિફિટ 2.57 લાગૂ કરવામાં આવ્યું. તેની ભલામણ પગાર પંચે કરી હતી. 

7th CPC માં કેલકુલેટ થાય છે Fitment Factor?
માની લો બેસિક પે 31.12.2022 સુધી (100%)= 1.00
ડિયરનેસ એલાઉન્ટ 31.12.2022 (125%)= 1.25
કુલ (બેસિક સેલેરી+DA)= 2.25
7th CPC કુલ જોડ પર 14.29% વધારવાની ભલામણ કરી હતી (Basic Pay+DA)= 0.32
ફિટમેન્ટ ફેક્ટર= 2.57

ફિટમેન્ટ ફેક્ટરથી કઈ રીતે નક્કી થાય છે બેસિક સેલેરી

Pay Band Grade pay Entry pay Level Index 7th CPC Basic salary
₹5200-20200 ₹1800 ₹7000 1 2.57 ₹18000
  ₹1900 ₹7730 2 2.57 ₹19900
  ₹2000 ₹8460 3 2.57 ₹21700
  ₹2400 9910 4 2.57 ₹25500
  ₹2800 11360 5 2.57 ₹29200

ફિટમેન્ટ ફેક્ટર વધ્યા બાદ કેટલો થશે પગાર

Pay Band Grade Pay Entry Pay  Level Index  7th CPC Basic Salary
₹5200-20200 ₹1800 ₹7000 1 3.68 ₹25,760
  ₹1900 ₹7730 2 3.68 ₹28,447
  ₹2000 ₹8460 3 3.68 ₹31,133
  ₹2400 ₹9910 4 3.68 ₹36,468
  ₹2800 ₹11360 5 3.68 ₹41,804

12604 રૂપિયા વધી જશે પગાર
ફિટમેન્ટ ફેક્ટર બદલવા પર દરેક પે-બેન્ડ માટે સેલેરીનું રિવિઝન થઈ જશે. બેસિક સેલેરીમાં અંતર સ્પષ્ટ જોવા મળશે. ઉપર આપવામાં આવેલા બંને ટેબલમાં અમે કેલકુલેશન કરી તે દર્શાવ્યું છે કે સેલેરીમાં કઈ રીતે અને કેટલું અંતર આવશે. પ્રથમ ટેબલમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. તો બીજા ટેબલમાં 3.68 અનુમાનિત વધારા સાથે રાખવામાં આવ્યું છે. જો ગ્રેડ-પે 2800 પર જોવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટર બદલાવા પર કુલ પગારમાં 12604 રૂપિયાનું અંતર આવશે. એટલે કે તેનો પગાર 41804 રૂપિયા થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news