દુનિયાના આ 10 દેશોમાં છે સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો ભારતની શું સ્થિતિ છે

શું તમે જાણો છો કે દુનિયામાં એવા કયા દેશો છે જ્યાં ભ્રષ્ટાચાર સૌથી વધુ ફૂલીફાલી રહ્યો છે. આ ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત કયાં છે. જાણો વિગતો....

દુનિયાના આ 10 દેશોમાં છે સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો ભારતની શું સ્થિતિ છે

CPI એટલે કે કરપ્શન પર્સેપ્શન્સ ઈન્ડેક્સ 2024ના આંકડા ચોંકાવનારા છે. 180 દેશોની આ યાદીમાં લગભગ બધા જ ભ્રષ્ટાચારથી પરેશાન છે. અહીં 0 સ્કોર એટલે એકદમ સ્વચ્છ દેશ, ભ્રષ્ટાચાર મુક્ત દેશ, જ્યારે 100નો અર્થ ભ્રષ્ટાચારથી ખરાબ રીતે પ્રભાવિત દેશ. સૌથી વધુ જ્યાં ભ્રષ્ટાચાર જોવા મળતો હોય તેવા ભ્રષ્ટાચારી દેશોની યાદીમાં ટોપ 10માં કયા કયા દેશો છે અને ભારત તથા પાકિસ્તાન કયા નંબરે છે તે પણ જાણવા જેવું છે.

10. સુડાન
ઉત્તર પૂર્વ આફ્રિકન દેશ સુડાન સૌથી વધુ ભ્રષ્ટ દેશોની યાદીમાં 10માં નંબરે છે. તેનો સ્કોર માત્ર 15 છે. વર્ષ 2023ની સરખામણીમાં આ દેશનો ગ્રાફ ઘટ્યો છે. 

9. નિકારાગુઆ
મધ્ય અમેરિકાનો સૌથી મોટો દેશ ગણાતો નિકારાગુઆનો સ્કોર 14 છે. તે 180 દેશોની યાદીમાં 172માં સ્થાને છે. જ્યારે ટોપ ટેન ભ્રષ્ટ દેશોમાં 9માં નંબરે કહી શકાય. 

8. ઈક્વેટોરિયરલ ગિની
મધ્ય આફ્રિકી દેશ  ઈક્વેટોરિયલ ગિની આ યાદીમાં આઠમાં નંબરે છે. 13 સ્કોરવાળા આ દેશનો ગ્રાફ 2023 બાદ 4 અંક ગગડ્યો છે. 

7. ઈરીટ્રિયા
આફ્રિકા મહાદ્વીપના ઈરીટ્રિયા ભ્રષ્ટ દેશોની યાદીમાં સાતમાં નંબરે છે. દેશનો સ્કોર માત્ર 13 છે અને તે 173માં નંબરે આવે છે જ્યારે ભ્રષ્ટ દેશો ટોપ 10માં સાતમાં નંબરે કહી શકાય. 

6. લીબિયા
ઉત્તર આફ્રીકી દેશ લીબિયા પણ ભ્રષ્ટાચારથી પરેશાન છે. CPI ઈન્ડેક્સમાં તેને 13 સ્કોર સાથે 173મું સ્થાન મળેલું છે. 

5. યમન
અરબ પ્રાયદ્વિપીય ક્ષેત્રના દક્ષિણ પશ્ચિમ ખૂણે વસેલું યમન ગત વર્ષની સરખામણીમાં 3 અંક તૂટ્યું છે. CPI ની યાદીમાં 13 સ્કોર સાથે તે પણ 173માં નંબર પર છે. 

4. સીરિયા
મિડલ ઈસ્ટના મહત્વના દેશોમાંથી એક એવું સીરિયા આ યાદીમાં 177માં સ્થાને છે. શૂન્યથી 100ના સ્કેલ પર તેને 12 અંક મળેલા છે. અને ટોપ 10 ભ્રષ્ટ દેશોમાં તે ચોથા નંબરે આવે છે. 

3. વેનેઝૂએલા
વર્ષ 2018થી જ ભ્રષ્ટાચારના મામલામાં વેનેઝૂએલાનો ગ્રાફ ઝડપથી પડી રહ્યો છે. હવે આ દેશ 178માં નંબરે છે. 2023ની સરખામણીમાં 3 અંકનું નુકસાન થયું છે. ટોપ 10 ભ્રષ્ટ દેશોમાં તેનો નંબર ત્રીજો કહી શકાય. 

2. સોમાલિયા
સૌથી  ભ્રષ્ટ દેશોની યાદીમાં સોમાલિયાનું બીજુ સ્થાન આવે છે. સોમાલિયા પૂર્વ આફ્રીકામાં આવેલો દેશ છે. જેની સરહદ પશ્ચિમમાં ઈથિયોપિયા, ઉત્તર પશ્ચિમમાં જિબૂતી, દક્ષિણ પશ્ચિમમાં કેન્યા સાથે લાગેલી છે. સોમાલિયાનો સ્કોર 9 છે અને તે આ યાદીમાં 179 એટલે સાવ તળિયે છે. ટોપ 10 ભ્રષ્ટ દેશોમાં તે બીજા નંબરે કહી શકાય. 

1. સાઉથ સુડાન
CPI ના 2024ના આંકડાઓ મુજબ સાઉથ સુડાન આ યાદીમાં સૌથી નીચે છે. દેશનો સ્કોર માત્ર 8 છે એટલે કે સૌથી વધુ ભ્રષ્ટાચારી દેશ કહી શકાય. 

ભારત ક્યાં છે
ઓછા ભ્રષ્ટાચારવાળા દેશોની યાદીમાં ડેનમાર્ક પહેલા નંબરે આવે છે. વર્ષ 2022થી જ આ દેશ પહેલા નંબરે છે. જ્યારે ચીન 43ના સ્કોર સાથે 76માં સ્થાને છે. ભારત આ યાદીમાં 38 સ્કોર સાથે 96માં નંબરે છે. જ્યારે પાકિસ્તાનનો નંબર 135 અને અમેરિકા 28માં નંબરે છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news