પાકિસ્તાનમાં આ હિન્દુએ ઈતિહાસ સર્જ્યો, બન્યા પહેલાવહેલા હિન્દુ પોલીસ અધિકારી

પાકિસ્તાનમાં ઈતિહાસ સર્જાઈ ગયો છે. આઝાદીના 75 વર્ષ બાદ પાકિસ્તાનને પોતાના પહેલા હિન્દુ પોલીસ અધિકારી મળ્યા છે. રાજેન્દ્ર મેઘવારે પાકિસ્તાન પોલીસ સેવા (PSP)માં પહેલા હિન્દુ અધિકારી બનીને ઈતિહાસ રચી નાખ્યો છે.

પાકિસ્તાનમાં આ હિન્દુએ ઈતિહાસ સર્જ્યો, બન્યા પહેલાવહેલા હિન્દુ પોલીસ અધિકારી

પાકિસ્તાનથી એક સારા સમાચાર આવ્યા છે. આઝાદીના 75 વર્ષ બાદ પાકિસ્તાનને પોતાના પહેલા હિન્દુ પોલીસ અધિકારી મળ્યા છે. રાજેન્દ્ર મેઘવારે પાકિસ્તાન પોલીસ સેવા (PSP)માં પહેલા હિન્દુ અધિકારી બનીને ઈતિહાસ રચી નાખ્યો છે. તેમને ફૈસલાબાદમાં સહાયક પોલીસ અધિક્ષક (ASP)ના પદે નિયુક્ત કરાયા છે. સિંધ પ્રાંતના બદીનના રહીશ રાજેન્દ્ર મેઘવાર પાકિસ્તાનની સિવિલ સેવા પરીક્ષા (CSS) પાસ કર્યા બાદ અહીં ભરતી થયા છે. 

રાજેન્દ્ર મેઘવારે કહ્યું કે હિન્દુ સમુદાયને ગર્વ અપાવવાનું તેમનું સપનું પૂરું થયું છે. તેમણે જિયો ન્યૂઝને કહ્યું કે, પોલીસ વિભાગમાં રહીને આપણે ગ્રાઉન્ડ સ્તર પર લોકોની સમસ્યાઓને ઉકેલી શકીએ છીએ. જે આપણી બીજી જગ્યાએ કરી શકતા નથી. બીજી બાજુ પાકિસ્તાનના પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેઓ અલ્પસંખ્યકો સાથના સંબંધોને વધુ સારા કરવામાં અને ફૈસલાબાદમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે એક હિન્દુ અધિકારી છે. તેમના સામેલ થવાથી પોલીસમાં સમાવેશિતાને પ્રોત્સાહન મળશે. 

રાજેન્દ્ર મેઘવારે પાકિસ્તાના સૌથી મુશ્કેલ અને પ્રતિષ્ઠિત CSS પરીક્ષાને પાસ કરીને આ પદ પર નિયુક્ત થયા છે. તેઓ સિંધ પ્રાતંના એક ગ્રામીણ અને આર્થિક રીતે વંચિત ક્ષેત્ર બદીનથી આવે છે. મેઘવારે કહ્યું કે તેઓ તમામ સમુદાયોને જોડવા અને અલ્પસંખ્યકો પ્રત્યે નિષ્ઠાથી કામ કરવા માંગે છે. નોંધનીય છે કે ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં હિન્દુ સૌથી મોટો અલ્પસંખ્યક સમૂહ છે જે દેશની વસ્તીનો 2 ટકા હિસ્સો છે. મેઘવારની નિયુક્તિને પાકિસ્તાનમાં એક સકારાત્મક ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો ચે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news