મહાપ્રલયની ચેતવણી આપે છે આ માછલી! તેનું દરિયામાંથી બહાર આવવું છે ખતરાનો સંકેત
એટલાન્ટિક મહાસાગરના કેનેરી દ્વીપના શહેર 'લાસ પાલમાસ'ના દરીયા કિનારા પર એક દુર્લભ ઓરફિશ જોવા મળી છે
જાપાની લોકવાયકા અનુસાર આ માછલીને આપદાનો સંકેત માનવામાં આવે છે
સ્થાનિક લોકો અનુસાર આ માછલી જ્યારે જોવા મળે છે ત્યારે દુનિયામાં કંઈક ખરાબ થયું છે
દરિયા કિનારાની પાસે હાજર લોકોએ માછલીને પાણીમાં પાછી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં તેણે પોતાનો જીવ આપી દીધો હતો
ઘણા લોકોના મતે જ્યારે 2011માં ફુકુશિમામાં જોરદાર ભૂકંપ આવ્યો ત્યારે પણ ઓરફિશ દરિયા કિનારે જોવા મળી હતી
કેટલાક લોકોનું માનવું છે કે, જ્યારે પણ આ માછલી દરિયામાંથી બહાર આવશે ત્યારે મોટી આપદા આવી શકે છે
ઓરફિશની પ્રજાતિ ઊંડા સમુદ્રમાં રહે છે અને જ્યારે તેની તબિયત બગડે છે ત્યારે તે દરિયામાંથી બહાર આવે છે
ઘણા વૈજ્ઞાનિકોના મતે દરિયામાંથી ઓરફિશનું બહાર આવવું એ કોઈ આપદા સાથે સંબંધિત નથી
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી