મોટા નામ જે 5 કરોડ રૂપિયા સુધી પણ ન પહોંચી શક્યા, ઓક્શનમાં હાલત ખરાબ

આઈપીએલ 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે કેટલાક મોટા નામ એવા હતા જે 5 કરોડ રૂપિયા સુધી પણ પહોંચી શક્યા નથી

અફઘાનિસ્તાનનો ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ જેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. તે તેની બેઝ પ્રાઈસથી ઉપર ગયો ન હતો. KKRએ તેને 2 કરોડમાં ખરીદ્યો હતો

ક્વિન્ટન ડી કોક દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન છે. KKRએ તેને 3.60 કરોડમાં ખરીદ્યો છે

જોની બેરસ્ટો ગત સિઝનમાં પંજાબ તરફથી રમ્યો હતો. હવે જોની બેરસ્ટો 2025 સીઝનની હરાજીના પ્રથમ દિવસે વેચાયા વગરના રહ્યો છે

ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે, જે આ IPL 2025ની હરાજીના પહેલા દિવસે વેચાયા વગરના રહ્યો છે

ગ્લેન મેક્સવેલ એક સમયે IPLના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. પંજાબે તેને 4.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે

લખનૌએ મિશેલ માર્શને 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ખેલાડી 5 કરોડના આંકડાને પણ સ્પર્શી શક્યો નથી

રચિન રવિન્દ્રએ ગયા વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે પણ તે ચેન્નાઈ જ ગયો હતો. CSKએ તેને 4 કરોડમાં ખરીદ્યો છે