ભારતના 12 જ્યોતિર્લિંગોમાં ગુજરાતનું સોમનાથ જ્યોતિર્લિંગ સૌથી અગ્રણી માનવામાં આવે છે. તેની ખ્યાતિ આખી દુનિયામાં છે. આ જ્યોર્તિલિંગનું મહત્વ પણ વધારે છે
માન્યતા અનુસાર, સોમનાથ મંદિરને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે, જેની સ્થાપના ભગવાન શિવ દ્વારા કરવામાં આવી હતી. શિવ પુરાણ, સ્કંદ પુરાણ અને અન્ય ગ્રંથોમાં તેનો વિશેષ ઉલ્લેખ છે
આ મંદિરને મહમૂદ ગઝની, અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબ જેવા આક્રમણકારો દ્વારા ઘણી વખત નષ્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ દર વખતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું
એવું માનવામાં આવે છે કે ચંદ્રદેવને દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો હતો, જેના કારણે તેમનું તેજ ઓછું થઈ ગયું હતું
તેમણે ભગવાન શિવની પૂજા કરી, જેનાથી તેમને શ્રાપમાંથી મુક્તિ મળી અને ભગવાન શિવ અહીં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપ્યા
આ મંદિર ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ પવિત્ર સ્થળ છે. દર વર્ષે લાખો ભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે
એવી માન્યતા છે કે સોમનાથ મંદિરના દર્શન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે
એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ અહીં પ્રભાસ પાટણ ખાતે દેહ ત્યાગ કર્યો હતો
સોમનાથ મંદિરનું સ્થાપત્ય ચાલુક્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જે ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. આ કારણે આ જ્યોર્તિલિંગ વધુ પ્રખ્યાત છે