શારદા નવરાત્રિ ઘટસ્થાપના 3 ઓક્ટોબર 2024 ના ગુરુવારના રોજ છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપના હોય છે.
આવામાં જે સ્થળે કળશ સ્થાપિત થઈ રહ્યો હોય તેને જમણા હાથથી સ્પર્શ કરીને આ મંત્રનો જાપ કરો- ओम भूरसि भूमिरस्यदितिरसि विश्वधाया विश्वस्य भुवनस्य धर्त्रीं। पृथिवीं यच्छ पृथिवीं दृग्वंग ह पृथिवीं मा हि ग्वंग सीः।
કળશ મૂકતા પહેલા સાત ધાન બીછાવતી વખતે આ મંત્રનો જાપ કરો- ओम धान्यमसि धिनुहि देवान् प्राणाय त्यो दानाय त्वा व्यानाय त्वा। दीर्घामनु प्रसितिमायुषे धां देवो वः सविता हिरण्यपाणिः प्रति गृभ्णात्वच्छिद्रेण पाणिना चक्षुषे त्वा महीनां पयोऽसि।
કળશ જ્યાં મૂકવાનો હોય ત્યાં સ્થાપિત કરતી વખતે આ મંત્રન જાપ કરતા રહો- ओम आ जिघ्र कलशं मह्या त्वा विशन्त्विन्दव:। पुनरूर्जा नि वर्तस्व सा नः सहस्रं धुक्ष्वोरुधारा पयस्वती पुनर्मा विशतादयिः।
કળશમાં જળ ભરતી વખતે આ મંત્રનો જાપ કરો- ओम वरुणस्योत्तम्भनमसि वरुणस्य स्काभसर्जनी स्थो वरुणस्य ऋतसदन्यसि वरुणस्य ऋतसदनमसि वरुणस्य ऋतसदनमा सीद।
કળશ પર પલ્લવ રાખતી વખતે આ મંત્રનો જાપ કરો- ओम अश्वस्थे वो निषदनं पर्णे वो वसतिष्कृता।। गोभाज इत्किलासथ यत्सनवथ पूरुषम्।
કળશમાં સોપારી મૂકતી વખતે આ મંત્રનો જાપ કરો- ओम याः फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः। बृहस्पतिप्रसूतास्ता नो मुञ्चन्त्व ग्वंग हसः।
કળશમાં ચંદન મૂકતી વખતે આ મંત્રનો જાપ કરો- ओम त्वां गन्धर्वा अखनस्त्वामिन्द्रस्त्वां बृहस्पतिः। त्वामोषधे सोमो राजा विद्वान् यक्ष्मादमुच्यत। આ મંત્રથી કળશમાં ચંદન લગાવો.
કળશ પર વસ્ત્ર લપેટતી વખતે આ મંત્રનો જાપ કરો- ओम सुजातो ज्योतिषा सह शर्म वरूथमाऽसदत्स्वः । वासो अग्ने विश्वरूप ग्वंग सं व्ययस्व विभावसो।।
કળશ પર માટીના વાસણમાં ચોખા ભરીને રાખવામાં આવે છે જેના માટે આ મંત્રનો જાપ કરો- ओम पूर्णा दर्वि परा पत सुपूर्णा पुनरा पत। वस्नेव विक्रीणावहा इषमूर्ज ग्वंग शतक्रतो।
કળશ પર નારિયેળ મૂકતી વખતે આ મંત્રનો જાપ કરો- ओम याः फलिनीर्या अफला अपुष्पा याश्च पुष्पिणीः। बृहस्पतिप्रसूतास्ता नो मुञ्चन्त्व हसः।
કળશની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ કરતા ચોખા, ચંદન, અને ફૂલ કળશ પર ચડાવો અને વરુણ દેવતાનું આહ્વાન કરો. ओम तत्त्वा यामि ब्रह्मणा वन्दमानस्तदा शास्ते यजमानो हविर्भिः। अहेडमानो वरुणेह बोध्युरुश ग्वंग स मा न आयुः प्र मोषीः। अस्मिन् कलशे वरुणं साङ्गं सपरिवारं
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.