પગની સ્કિન પર મેલ અને ટેનિંગ વધી જાય તો પગ કાળા દેખાવા લાગે છે.
આ રીતે સ્કીન પર થયેલું ટેનિંગ દુર કરવું હોય તો નાળિયેર તેલનો ઉપયોગ કરી શકાય છે.
નાળિયેર તેલમાં કોફી મિક્સ કરી આ મિશ્રણને પગ પર લગાવી સ્કિન પર સ્ક્રબ કરો.
સ્ક્રબ કર્યા પછી 15 મિનિટ આ મિશ્રણને પગ પર રાખો અને પછી પગ સાફ કરો.
આ પેસ્ટ અઠવાડિયામાં 3 વખત પગ પર લગાડશો એટલે ત્વચા ચમકવા લાગશે.
તેનાથી પગ પર જામેલી ડેડ સ્કીન નીકળી જશે અને પગ ગોરા દેખાશે.
દર થોડા દિવસે પગને આ સ્ક્રબથી સાફ કરી લેવાથી પગની ત્વચા ચમકતી રહેશે.