બટેટાનો ઉપયોગ લગભગ રોજ કરવામાં આવે છે પરંતુ તેની છાલ મોટાભાગે કચરામાં જ જાય છે.
બટેટાની છાલને કચરામાં ફેંકવાને બદલે તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો છો.
બટેટાની છાલમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે સ્કિનની સુંદરતા વધારી શકે છે.
બટેટાની છાલને તળીને ચિપ્સની જેમ મસાલો ઉમેરી ખાઈ શકાય છે.
બટેટાની છાલ પોષકતત્વોથી ભરપુર હોય છે તેનો ઉપયોગ તમે ખાતર તરીકે કરી શકો છો.
રસોડાના કોઈ વાસણમાં કાટ લાગી ગયો હોય તો તમે બટેટાની છાલથી તેને સાફ કરી શકો છો.
બટેટાની છાલને તડકામાં સુકવી અને તેનો પાવડર બનાવી સ્ટોર કરીને રાખી લેવો જોઈએ.