સામાન્ય રીતે એવી માન્યતા છે કે કિન્નર ક્યારેય લગ્ન કરતા નથી.
પરંતુ હકીકત એ છે કે કિન્નરોના પણ લગ્ન થાય છે. કિન્નર લગ્ન બાદ દુલ્હન બને છે.
કિન્નર કે વ્યંઢળ સંપૂર્ણ રીતે મહિલા કે સંપૂર્ણ પુરુષ હોતા નથી.
કિન્નરોના લગ્ન કોઈ માણસ સાથે નહીં પરંતુ તેમના ભગવાન સાથે થાય છે.
કિન્નરોના ભગવાન અર્જૂન અન નાગકન્યા ઉલૂપીના સંતાન ઈરાવન જેમને અરાવન નામથી પણ ઓળખવામાં આવે છે.
કિન્નરોના લગ્નની ઉજવણી જબરદસ્ત રીતે થાય છે. તે દર વર્ષે તમિલનાડુના કૂવગામમાં થાય છે.
તમિલ નવ વર્ષની પહેલી પૂર્ણિમાથી કિન્નરોના વિવાહનો ઉત્સવ શરૂ થઈ જાય છે જે 18 દિવસ સુધી ચાલે છે.
17માં દિવસે કિન્નરોના લગ્ન થાય છે. તેઓ દુલ્હનની જેમ સોળ શ્રૃંગાર કરે છે. તેમને કિન્નરોના પુરોહિત મંગળસૂત્ર પણ પહેરાવે છે.
વિવાહના બીજા દિવસે અરાવન કે ઈરવન દેવતાની મૂર્તિને શહેરમાં ફેરવવામાં આવે છે અને પછી તેને તોડી નાખવામાં આવે છે.
આવું એટલા માટે કરાય છે જેથી કરીને કોઈએ પણ ત્યારબાદ કિન્નર તરીકે જન્મ ન લેવો પડે.
ત્યારબાદ કિન્નર પોતાના સંપૂર્ણ શ્રૃંગાર ઉતારીને એક વિધવાની જેમ વિલાપ કરે છે. આ રીતે કિન્નર લગ્નના બીજા દિવસે જ વિધવા બની જાય છે.
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી