ગરમી વધે એટલે ઘરમાં જીવ-જંતુઓનો ઉપદ્રવ વધી જાય છે.
સૌથી વધારે ત્રાસ ગૃહિણીઓને રસોડામાં ફરતાં વંદા જોઈને થાય છે.
આજે તમને ઘરમાં વંદા ભગાડવાની સરળ ટીપ્સ જણાવી દઈએ.
લવિંગનો પાવડર કરી તેને લીમડાના તેમાં મિક્સ કરી વંદા નીકળતા હોય ત્યાં લગાડી દો.
તમાલપત્રનો પાવડર કરી સ્ટોર રુમમાં છાંટી દો. વંદા ત્યાં ફરકશે પણ નહીં.
પાણીમાં ફુદીનાનું તેલ મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી ઘરમાં છાંટી દો. વંદા સાથે ગરોળી અને કીડી પણ ભાગી જશે.
ઈંડાની છાલનો પાવડર કરી ઘરમાં છાંટી દેવાથી વંદા આવતા નથી.