17 વર્ષે જ સફેદ થઈ ગયા વાળ? કોપરેલમાં આ વસ્તુ ભેળવી લગાવો, મૂળથી કાળા થશે એક એક વાળ!

આજકાલ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણીપીણીના કારણે ઘણો લોકોના વાળ અકાળે સફેદ થવા લાગે છે.

કેટલાક લોકોના વાળ તો 17 વર્ષની ઉંમરથી જ સફેદ થવા લાગે છે. આવામાં સફેદ વાળ છૂપાવવા માટે તેઓ હેરડાઈનો ઉપયોગ કરવા લાગે છે.

હેરડાઈ લગાવવાના કારણે વાળ ડ્રાય થઈને તૂટવા લાગે છે અને વાળની નેચરલ શાઈનિંગ પણ ખતમ થવા લાગે છે.

આથી અમે તમને એક એવી પેસ્ટ વિશે જણાવીશું જે તમને વાળ કુદરતી રીતે કાળા કરવામાં મદદ ક રી શકે છે અને ડેમેજ પણ નહીં થાય.

આ પેસ્ટને તૈયાર કરવા માટે નારિયેળનું તેલ જેને આપણે કોપરેલ પણ કહીએ છીએ તેમાં આંબળાનો પાઉડર નાખીને ઉકાળો. જ્યાં સુધી તે કાળો ન થઈ જાય ત્યાં સુધી ઉકાળતા રહો.

હવે આ પેસ્ટને ઠંડી થયા બાદ રાતે સૂતા પહેલા લગાવો અને બીજા દિવસે શેમ્પૂથી ધોઈ નાખો. આ પેસ્ટ વાળને કાળા કરવાની સાથે તેમાં શાઈનિંગ પણ એડ કરે છે.

અઠવાડિયામાં 2 વાર આ પેસ્ટ મહિના સુધી લગાવતા રહેશો તો સફેદવાળમાંથી છૂટકારો મળી શકે છે.

Disclaimer:

પ્રિય વાંચક, આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.