વંદાઓએ ઘરમાં આતંક મચાવ્યો છે? તો અપનાવો આ દેશી જુગાડ, મળી જશે છુટકારો

વંદા

કિચન કે બાથરૂમમાં વંદાઓના આતંકથી તમે પરેશાન થઈ ગયા છો તો આ દેશી ઉપાય અપનાવો.

તે માટે તમારે બોરિક એસિડનો પાઉડર લેવાનો છે. સાથે થોડો લોટ ગુંથી લો.

આ બોરિક એસિડના પાઉડરને લોટની સાથે મિક્સ કરી ઉપરથી ખાંડ લગાવી દો. ત્યારબાદ તેની ગોળીઓ બનાવી લો.

ખાંડથી આકર્ષિત થઈ આ વંદાઓ જરૂર લોટની ગોળીઓ ખાવા આવશે.

બોરિક એસિડ પાઉડરની ગંધ વધુ હોય છે, જે વંદાઓ સહન કરી શકતા નથી.

તેની ગંધ બાદ વંદાઓ ઘર છોડી ભાગી જશે.

આ રીતે તમે તમારા ઘરમાં વંદાઓનો આતંક ઓછો કરી શકો છો.

આ સાથે તમારે સાફ-સફાઈ પણ રાખવી જોઈએ. જેનાથી બીજીવાર વંદાઓ ન આવી શકે.