ગુજરાતી ભાખરી દુનિયાભરમાં ફેમસ છે. સવારે ચા સાથે ભાખરી ખાવા મળી જાય તો મજા પડી જાય છે.
ભાખરી ઘઉંના ઝાડા લોટમાંથી બને છે. પરંતુ કેટલાકની સમસ્યા હોય છે કે ભાખરી કરકરી બનતી નથી.
આજે તમને એકદમ બિસ્કીટ જેવી ભાખરી કેવી રીતે બને તે જણાવી દઈએ.
આ વસ્તુઓ લોટમાં ઉમેરી ભાખરી બનાવશો તો ભાખરી બિસ્કીટ જેવી બનશે.
ભાખરી બનાવવા માટે 2 કપ ઘઉંના કરકરા લોટમાં મુઠ્ઠી પડતું ઘીનું મોણ, અજમા, જીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી કડક લોટ બાંધવો
તૈયાર કરેલા લોટને ભીના કપડા વડે ઢાંકીને 30 મિનિટ રેસ્ટ આપો અને પછી તેમાંથી ભાખરી બનાવવી.
ભાખરીને વણી અને તેના પર ખાડા પાડી દેવા અને પછી તવા પર ધીમા તાપે ધીરે ધીરે શેકવી.
ભાખરીને શેકાતા 7 થી 8 મિનિટ લાગે છે. આ રીતે ભાખરી શેકી અને તેના પર ઘી લગાડી ગરમાગરમ સર્વ કરવી.