લોકો પોતાના વાળના ગ્રોથને લઈને ખુબ પરેશાન રહે છે.
દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેના વાળ કાળા અને લાંબા હોય.
આજે અમે તમને જણાવીશું કે તમે મજબૂત અને મોટા વાળ કઈ રીતે રાખી શકો છો.
જો તમે પણ ખરતા વાળની પરેશાન છો તો વાળમાં ડુંગળીનો રસ લગાવવાનું શરૂ કરી દો.
હકીકતમાં વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી ખુબ ફાયદો થાય છે.
ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જેનાથી વાળના પોર્સને પોષણ મળે છે.
ડુંગળીમાં રહેલ સલ્ફર લગાવવાથી વાળ તૂટવાનું બંધ થઈ જાય છે.
મહત્વનું છે કે ડુંગળીમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ્સને કારણે વાળ સફેદ થવાથી પણ બચે છે.