આ છે ભારતના 5 સૌથી મોંઘા શહેર, ચેક કરો લિસ્ટ

મોંઘવારી

મોંઘવારીના મારથી દરેક વ્યક્તિ પરેશાન છે, કારણ કે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે.

મોંઘવારીને કારણે લોકો માટે ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે.

મોંઘવારીની અસર તેના પર પણ નિર્ભર કરે છે કે તમે કયા શહેરમાં રહો છો.

હકીકતમાં થોડા સમય પહેલા થયેલા મર્સરના કોસ્ટ ઓફ લિવિંગ સર્વે પ્રમાણે ભારતનું સૌથી મોંઘુ શહેર મુંબઈ છે.

મુંબઈમાં પોતાનું ઘર બનાવવાનું સપનું તો છોડી દો અહીં ઘરનું ભાડું, લાઇટબિલ, ટ્રાવેલિંગ અને પર્સનલ કેર પણ મોંઘા છે.

દેશમાં મોંઘા શહેરોના લિસ્ટમાં બીજા સ્થાને રાજધાની દિલ્હી છે. અહીં પણ મોંઘવારી આસમાને છે.

સુંદરતા માટે જાણીતા તમિલનાડુની રાજધાની ચેન્નઈ પણ મોંઘવાીરમાં પાછળ નથી. આ જગ્યા ત્રીજા સ્થાન પર છે.

બેંગલુરૂ મોંઘવારીના મામલામાં ચોથા સ્થાન પર આવે છે. અહીં ઘર ખરીદવું જ નહીં ભાડા પર લેવું પણ મુશ્કેલ છે.

પાંચમાં નંબરે જે શહેરમાં મોંઘવારીથી લોકો પરેશાન છે તે કોલકત્તા છે.