દુનિયામાં લગ્ન સંલગ્ન અનેક અજીબોગરીબ પરંપરાઓ જોવા મળે છે.
કેટલીક જગ્યાઓ પર દુલ્હનને ખાસ રિતી રિવાજોથી તૈયાર કરાય છે. તો કેટલીક જગ્યાએ અજીબ રસ્તો નિભાવવામાં આવે છે.
પરંતુ શું તમને ક્યારેય એવી રસ્મ વિશે જાણ્યુ છે કે જેમાં વરરાજાને લગ્ન બાદ કૂવામાં ફેંકી દેવામાં આવે છે.
જો ન જાણ્યું હોય તો અમે તમને આવી જ એક રસપ્રદ રસ્મ વિશે જણાવીશું.
આ રસ્મ ઉત્તરી ગોવાના ગામમાં મનાવવામાં આવે છે.
આ રસ્મને 'સાઓ જોઆઓ' પ્રથા કહેવામાં આવે છે.
આ રસ્મમાં દુલ્હેરાજાને લગ્ન બાદ કોઈ ઝીલ કે પછી કૂવામાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ એવી જગ્યાએ ફેંકવામાં આવે જેથી કરીને ઈજા ન થાય.
આ પ્રથા પાછળ લોકોનું માનવું છે કે તેનાથી વરરાજાનું સ્વાસ્થ્ય સારું થાય છે અને આ સાથે જ દુલ્હેરાજા વિશે વધુ સારી રીતે જાણવાની તક મળે છે.
અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.