બીટ આમ તો સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.
બીટમાં ઓક્સલેટ્સ ખુબ વધુ હોય છે, જે કિડની સ્ટોન પેદા કરી શકે છે. તેવામાં જે લોકોને કિડનીની સમસ્યા છે તેણે બીટનું સેવન ન કરવું જોઈએ.
જો કોઈનું બ્લડ પ્રેશર પહેલાથી ઓછું છે તો બીટનું વધુ સેવન કરવાથી સમસ્યા વધી શકે છે.
બીટમાં ફાઇબર વધુ હોય છે, આ સાથે તેમાં આયરન પણ હોય છે, જેથી ગેસ, બ્લોટિંગ કે પેટમાં દુખાવો થઈ શકે છે.
બીટમાં આયરન અને કોપરની માત્રા વધુ હોય છે, જો કોઈ વ્યક્તિના શરીરમાં તેની માત્રા વધુ હોય તો તેને બીટ નુકસાન કરી શકે છે.
બીટમાં પ્યુરીનની માત્રા વધુ હોય છે, જે યુરિક એસિડનું સ્તર વધારી શકે છે અને ગાઉટના લક્ષણ ખરાબ કરી શકે છે.
બીટમાં બીટા સાયનિન હોય છે, જેના કારણે લિવરની સમસ્યા હોય તેની મુશ્કેલી વધી શકે છે.
જે લોકોને પાઇલ્સની સમસ્યા છે તેણે પણ બીટનું સેવન કરવાથી બચવું જોઈએ.
આ વેબસ્ટોરી ડાયટીશિયન નેહા શર્માની સલાહ બાદ લખવામાં આવી છે. જો તમને કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો.