જો તમે પણ વધેલા વજનથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો પરંતુ કોઈ ઉપાય મળી રહ્યો નથી.
તો લાઇફસ્ટાઇલમાં કેટલાક ફેરફાર કરી અને યોગ્ય ડાયટ લઈ વજન ઘટાડી શકાય છે, આવો જાણીએ.
સવારે વાસી મોઢે લીંબુ-પાણી અને મધ, અજમાનું પાણી કે પછી ગ્રીન ટી પી શકો છો. તે શરીરને ડિટોક્સ અને મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે.
પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર નાસ્તો જેમ કે- ઓટ્સ, દલિયા, સ્પ્રાઉટ્સ, એગ વ્હાઇટ વગેરે સામેલ કરી શકો છો.
વજન ઘટાડવા માટે સુગર, જંક ફૂડ્સ, રિફાઇન્ડ અને પેકેડ ફૂડ ખાવાનું બંધ કરી દો. તેની જગ્યાએ ગોળ કે મધનો ઉપયોગ કરો.
ડાયટમાં ઓછી કેલેરી પરંતુ વધુ પોષક તત્વો હોય તે સામેલ કરો. તેમાં લીલા શાકભાજી, ફળ, નટ્સ, દાળ અને હેલ્ધી ફેટ સામેલ કરો.
દરરોજ 30-40 મિનિટ કસરત કરો. તમે યોગા, વોકિંગ, રનિંગ, કાર્ડિયો કરો જેમાં ઝડપથી ફેટ બર્ન થાય છે.
દિવસમાં 3-4 લીટર પાણી પીવો. તે મેટાબોલિઝ્મ ફાસ્ટ કરે છે અને ફેટ બર્નિંગમાં મદદ મળે છે.
સૂવાના 3 કલાક પહેલા હળવું ભોજન કરો, તેનાથી પાચન સારૂ રહે છે અને વજન ઝડપથી ઘટી શકે છે.
7-8 કલાકની ઊંઘ લો. તેનાથી અનહેલ્ધી ક્રેવિંગ્સ ઘટાડવામાં મદદ મળે છે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.