ડ્રાઈ ફ્રૂટ્સનો ઉપયોગ સ્વસ્થ રહેવા માટે કરવામાં આવે છે. તે શરીરને ઘણી બીમારીઓથી દૂર રાખે છે.
અખરોટ હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોએ તેના સેવનથી દૂર રહેવું જોઈએ.
અખરોટમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ પેટમાં એસિડિટી વધારી શકે છે, જેનાથી અલ્સરના દર્દીઓને બળતરા થઈ શકે છે.
અખરોટમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે ગેસ, પેટ ફૂલવું અને કબજીયાત પેદા કરી શકે છે.
અખરોટમાં ઓક્સલેટ હોય છે, જે કિડની સ્ટોન બનાવવાનું કારણ બની શકે છે.
અખરોટમાં કેલેરી અને વસાની માત્રા વધુ હોય છે, વધુ વજન હોય તે લોકોઓ અખરોટનું સેવન ઓછું કરવું જોઈએ.
જો અખરોટ ખાધા બાદ તમને ખંજવાળ, સોજા કે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે તો તમારે અખરોટના સેવનથી બચવું જોઈએ.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.