ફળ ખાવા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. લોકો ફળ કાપીને ખાય છે તો ઘણા લોકો ફળનો જ્યુસ કાઢીને પીવે છે.
જો કે કેટલાક ફળ એવા છે જેનો જ્યૂસ પીવો ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક છે.
કેરીમાં નેચરલ શુગરનું પ્રમાણ વધારે હોય છે જો તેનો રસ કાઢીને પીવામાં આવે તો શરીરમાં શુગર ઝડપથી વધી જાય છે.
દ્રાક્ષ એવું ફળ છે જેનું જ્યૂસ પીવું જોખમી છે.
તરબૂચની અંદર પણ નેચરલ શુગર હોય છે જેનો રસ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.
પાઈનેપલમાં પણ શુગર વધારે પ્રમાણમાં હોય છે. તેનો જ્યુસ પીવાથી બ્લડ શુગર વધી શકે છે.
સંતરાનો પણ રસ કાઢીને પીવો ડાયાબિટીસના દર્દી માટે હાનિકાર હોય શકે છે.