મોતીની જેમ ચમકી જશે તમારા દાંત, બસ કરો આ નાનકડું કામ

દાંત

જો દાંત મોતીની જેમ ચમકદાર હોય તો તમારા ચહેરા પર ચાર ચાંદ લાગી જાય છે.

પીળા દાંત ઘણીવાર ઘટતા આત્મવિશ્વાસનું કારણ બને છે. ઘણીવાર તેના કારણે શરમ પણ આવે છે.

પીળા દાંતની સાથે મોઢામાંથી દુર્ગંધ આવવાની પણ શરૂ થઈ જાય છે, જેના કારણે ઘણીવખત અસહજ લાગે છે.

જો તમે પણ પીળા દાંતની સમસ્યાથી પરેશઆન છો તો આ ટિપ્સ ફોલો કરી શકો છો.

જો તમે પીળા દાંતથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો તમે લીમડાના દાતણનો ઉપયોગ કરી શકો છો.

તમે કેળા, સંતરા કે લીંબુની છાલને તમારા દાંત પર ઘસો, તે તમારા દાંતની પીળાશ દૂર કરશે.

તમે તમારી ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા મિક્સ કરી ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાના ઉપયોગથી દાંત સાફ કરી શકાય છે.

આ સિવાય તમે બેકિંગ સોડાને મીઠામાં મિક્સ કરી ઉપયોગ કરી શકો છો.

બેકિંગ સોડામાં મીઠું મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરો અને હવે આ પેસ્ટને દાંત પર લગાવો.

જો આ ઘરેલું ટિપ્સથી પણ તમારા દાંત સાફ થતા નથી તો તમારે ડેન્ટિસ્ટને દેખાડવું જોઈએ.

ઘણીવાર પીળી પરત એટલી હાર્ડ થઈ જાય છે કે તેને ઘરેલું ઉપાયથી હટાવવી મુશ્કેલ બની જાય છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.