ગોવાના બીચોને આંટી મારે તેવો છે ગુજરાતનો આ બીચ, પણ સૂર્યાસ્ત બાદ રોકાવાની ભૂલ ન કરતા!

ગુજરાતમાં અનેક પ્રવાસન સ્થળો પર્યટકોમાં ખુબ લોકપ્રિય છે, એમા પણ બીચ તો એકથી એક ચડિયાતા છે.

પરંતુ શું તમને ખબર છે કે એક બીચ એવો છે જે ભૂતિયા બીચ તરીકે ઓળખાય છે. Wikipedia મુજબ આ બીચ ભારતના 35 સૌથી ટોપના ભૂતિયા સ્થળોમાં સામેલ છે.

આ બીચ છે સુરતનો ડુમસ બીચ જે સુરતથી 21 કિમી દૂર આવેલો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુરતનો ડુમસ બીચ ભૂતિયા બીચ તરીકે પણ જાણીતો છે.

આ બીચની રેતી કાળી છે. લોકવાયકા મુજબ એક સમયે તેનો ઉપયોગ હિંદુઓ માટે સ્મશાન ભૂમિ તરીકે થતો હતો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે સાંજ પડતાંની સાથે જ બીચ પર ચીસો અને બૂમો પાડવાના અવાજો આવવા લાગે છે. બૂમો પાડવાનો અવાજ દૂરથી પણ સંભળાય છે.

આ બીચ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, પરંતુ આ બીચ વિશે સ્થાનિક લોકોના શબ્દો ડરામણા છે. અહીંની સુંદરતા સામાન્ય રીતે પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ અહીંના ડરામણા અવાજો પણ લોકોને ત્યાં જતા રોકે છે.

લોકો એવો પણ દાવો કરે છે કે તેઓએ બીચ પરથી વિચિત્ર અવાજો સાંભળ્યા હતા, જેમ કે લોકો હસે છે અને કોઈ રડે છે.

જો કે, આ બીચ દિવસ દરમિયાન ખૂબ જ સુંદર છે અને પ્રવાસીઓ અહીં સૂર્યનો આનંદ માણે છે.

એવું કહી શકાય કે દિવસ દરમિયાન ભગવાનના ઘર જેવો દેખાતો આ બીચ સૂર્યાસ્ત પછી શેતાનનું ઘર બની જાય છે.

પર્યટકોના આકર્ષણોમાંનો એક આ બીચ દરરોજ પ્રવાસીઓથી ભરપૂર હોય છે, પરંતુ જેમ જેમ અંધારું થાય છે, લોકો તેમના પોતાના ભલા માટે સ્થળ છોડી દે છે.

ત્યાંના લોકો એ પણ જણાવે છે કે જેમણે રાત રહીને બીચને પડકારવાનો પ્રયાસ કર્યો હતો તેઓ કાં તો પાછા આવ્યા નથી અથવા તેમને ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો.

Disclaimer:

અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.