સાપુતારાથી માત્ર 4 કિમી દૂર છે સ્થળ, દમણ છોડી અહીં જવા પડાપડી કરે છે ગુજરાતીઓ!

ગુજરાતમાં આમ તો હવા ખાવાનું એકમાત્ર સ્થળ ગણાતું હોય તો તે છે સાપુતારા. જોકે હવે ડોન, વિલ્સન હીલ્સ જેવા સ્થળો પણ હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત થયા છે.

પરંતુ એક જગ્યા એવી છે કે જે સાપુતારાથી માત્ર 4 કિમી જેટલી દૂર છે, જો કે આ જગ્યા મહારાષ્ટ્રમાં છે. આ જગ્યાએ જવા માટે ગુજરાતીઓ રીતસરની પડાપડી કરી રહ્યા છે.

સાપુતારા તેનાથી ચાર ડગલા ચડી જાય તેટલું સુંદર અને રમણીય છતાં ગુજરાતીઓ આ જગ્યાએ જવા માટે કેમ ફાંફાં મારે છે. જાણો તેનું કારણ...

અમે જે જગ્યાની વાત કરીએ છીએ તે સાપુતારાથી 4 કિમી દૂર મહારાષ્ટ્રમાં આવેલું હતગડ છે. ઓછી સુવિધા હોવા છતાં ગુજરાતીઓ અહીં ફરવા માટે પડાપડી કરે છે.

એક રિપોર્ટ મુજબ છેલ્લા એક દાયકામાં હતગડમાં ગુજરાતી રોકાણકારોએ 1 હજાર કરોડથી વધુની જમીન અને બિલ્ડિંગોમાં રોકાણ કરેલું છે.

વાત જાણે એમ છે કે અહીં દારૂની છૂટ છે જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહ્યું છે. જ્યારે સાપુતારામાં દારૂબંધી છે.

હતગડમાં હવે તો આલીશાન હોટલો, રિસોર્ટ બની રહ્યા છે. કરોડોના ખર્ચે બની રહેલા રિસોર્ટ અને હોટલ એ વાતની સાક્ષી પૂરે છે કે હતગડ લોકોને ખુબ આકર્ષી રહ્યું છે. (તસવીરો-સાભાર અશ્વિન બારડોલીવાલા)

નવાઈની વાત એ છે કે આ જે રોકાણ જોવા મળી રહ્યું છે તેમાં પણ મોટાભાગે ગુજરાતીઓનો ફાળો છે. જો કે હતગડનો દારૂ છૂટને કારણે જે વિકાસ વધી રહ્યો છે તે સાપુતારા માટે જાણે ચિંતાનો વિષય બની રહ્યો છે.