આજે અમે તમને ગુજરાતના એક લેડી ડોન વિશે જણાવીશું.
ગુજરાતના આ મહિલા ડોને પોરબંદરની ગલીઓને લોહીથી લાલ કરી નાખી હતી.
ગુજરાતના આ લેડી ડોને 18 હત્યાઓ કરીને સમગ્ર પોરબંદરને હચમચાવી રાખ્યું હતું.
આ લેડી ડોનનું નામ હતું સંતોકબેન જાડેજા. જે પોરબંદરના કુતિયાણા કસ્બાના હતા.
સંતોકબેન જાડેજા પર 1999માં ગોડમધર નામની બોલીવુડ ફિલ્મ પણ બનેલી છે. એવું કહેવાય છે કે ગોડમધર નામ તેમને લોકોએ આપ્યું હતું.
તમારા મનમાં પણ આખરે એ સવાલ હશે કે આખરે સંતોકબેને ક્રાઈમનો રસ્તો કેમ અપનાવ્યો.
વાત જાણે એમ છે કે એકવાર કોઈ વિવાદના કારણે સંતોકબેનના પતિની હત્યા થઈ ગઈ.
પતિના હત્યારાઓ જોડે બદલો લેવા માટે સંતોકબેને હથિયાર ઉઠાવ્યા અને 14 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા.
સંતોકબેન જાડેજાનો કિસ્સો ફક્ત પોરબંદર સુધી જ સિમિત નહતો. તેમણે અંડરવર્લ્ડ સાથે પણ કનેક્શન બનાવી રાખ્યા હતા.
મર્ડરથી લઈને ખંડણી સુધીના તમામ ગુનાઓ સંતોકબેન માટે ડાબા હાથનો ખેલ બની ચૂક્યા હતા. ગેંગમા કુલ 100થી વધુ કુખ્યાત અપરાધીઓ હતા. જેમના પર લગભગ 500થી વધુ કેસ હતા.
એપ્રિલ 2011માં સંતોકબેન જાડેજાનું હાર્ટએટેકથી મોત થયું હતું. પરંતુ તેમના નામનો દબદબો આજે પણ કાયમ છે.