પેટ્રોલ ભરાવતા સમયે આ સુવિધાઓ મળે છે તદ્દન ફ્રી, 90% લોકો છે અજાણ

પેટ્રોલ પંપ

પેટ્રોલ પંપ પર આપણે જ્યારે ફ્યુલ ભરાવવા જઈએ ત્યારે તેલ ફરાવી સીધા નિકળી જતાં હોઈએ છીએ.

આ સ્ટોરીમાં અમે તમને જણાવી રહ્યાં છીએ કે પેટ્રોલ પંપ પર આપણે કેટલીક વસ્તુનો ફ્રી ઉપયોગ કરી શકીએ.

હવા ભરવાની સુવિધા

પેટ્રોલ પંપ પર તમારી ગાડીના ટાયરોમાં ફ્રી હવા ભરવામાં આવે છે. તે માટે પેટ્રોલ પંપ પર ઈલેક્ટ્રિક મશીનો હોય છે.

પાણી

પેટ્રોલ પંપ પર પીવાના પાણીની પણ વ્યવસ્થા હોય છે. તેથી પેટ્રોલ પંપ પર આરો કે વોટર કુલર લાગેલા હોય છે.

વોશરૂમ

તમે પેટ્રોલ પંપ પર વોશરૂમનો ઉપયોગ પણ કરી શકો છો. આ સુવિધા પેટ્રોલ પંપ સંચાલકોએ આપવી પડે છે.

ફ્રી કોલ

જો તમે કોઈ મુશ્કેલીમાં ફસાયા હોવ તો પેટ્રોલ પંપ પરથી ફ્રીમાં કોલ કરી શકો છો.

ફર્સ્ટ એડ બોક્સ

પેટ્રોલ પંપ પર ફર્સ્ટ એડ બોક્સ પણ હોય છે, જેમાં કેટલીક દવાઓ અને પાટા-પીંડીની વ્યવસ્થા હોય છે.

ફાયર સેફ્ટી

જો પેટ્રોલ ભરાવવા સમયે તમારી ગાડીમાં આગ લાગી જાય છે તો તમે ફાયર સેફ્ટી ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો.