અમદાવાદમાં ટ્રંપ અને મોદીના આગમન પહેલા તંત્ર સજ્જ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે, ત્યારે આ ખાસ મુલાકાતને લઈને અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ એક્શન ઘડ્યો છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન ખૂણેખૂણા પર પોલીસની નજર રહેશે. NSG,SPG અને સ્થાનિક પોલીસ કાર્યક્રમને સફળ બનાવશે. મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં 120 સ્કેનિંગ મશીનથી અઢી કલાકમાં 1.20 લાખ લોકોને પ્રવેશ આપવાની તૈયારી પોલીસે બતાવી છે.