સુરતમાં લાગેલી વિકરાળ આગ હજુ શમી નથી!, કલાકોની મહેનત બાદ પણ તંત્ર અડીખમ, અત્યારસુધીમાં વપરાયું 80 લાખ લીટર પાણી...
સુરતનું શિવશક્તિ કાપડ માર્કેટ છેલ્લા 24 કલાકથી આગની જ્વાળાઓમાં સળગી રહ્યું છે. ધીમે-ધીમે આખી ઈમારત આગમાં લપેટાઇ ગઇ છે... આ બિલ્ડીંગમાં 800થી વધુ દુકાનો છે પરંતુ હાલત એવી છે કે ફાયર બ્રિગેડની ટીમ પણ અંદર જઈ શકે તેવી સ્થિતિમાં નથી. ફાયરના જવાનોએ આખી રાત પાણીનો મારો ચલાવ્યો છતાં આગ કાબૂમાં આવી રહી નથી. આખી માર્કેટ આગમાં ભસ્મીભૂત થતાં અંદાજે 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.