ટેલીકોમ માર્કેટમાં Airtelનો જબરદસ્ત ધમાકો! Apple સાથે ભાગીદારી કરીને બધું કરી નાંખ્યું મફત..મફત..

ભારતી એરટેલે (Bharti Airtel) Apple સાથે નવી ભાગીદારીની જાહેરાત કરી છે, જે હેઠળ Apple TV+ સબ્સ્ક્રિપ્શન પસંદગીના પોસ્ટપેડ અને હોમ વાઇ-ફાઇ પ્લાનમાં કોઈ વધારાના ચાર્જ વિના ઓફર કરવામાં આવશે.
 

ટેલીકોમ માર્કેટમાં Airtelનો જબરદસ્ત ધમાકો! Apple સાથે ભાગીદારી કરીને બધું કરી નાંખ્યું મફત..મફત..

Airtel યુઝર્સ માટે એક સારા સમાચાર છે. હવે કરોડો ગ્રાહકો Apple TV+ બિલકુલ ફ્રી સબસ્ક્રિપ્શન મેળવવા જઈ રહ્યા છે. ભારતી એરટેલે Apple સાથે નવી ભાગીદારીની જાહેરાત કરી છે, જે હેઠળ Apple TV+ સબ્સ્ક્રિપ્શન પસંદગીના પોસ્ટપેડ અને હોમ વાઇ-ફાઇ પ્લાનમાં કોઈ વધારાના ચાર્જ વિના ઓફર કરવામાં આવશે. આ સિવાય યુઝર્સને Jio Hotstar, Zee5, Amazon Prime Video અને Netflix જેવા અન્ય લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની ઍક્સેસ પણ મળશે. આ ઑફર હેઠળ એરટેલ ગ્રાહકોને Apple TV+ અને Apple Music માટે છ મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. તેનો અર્થ એ છે કે યૂઝર્સ કોઈપણ વધારાના પૈસા ખર્ચ્યા વિના Apple તરફથી શ્રેષ્ઠ કન્ટેન્ટનો આનંદ લઈ શકે છે.

Apple TV+ પર મળશે પ્રીમિયમ કન્ટેન્ટ
એરટેલની આ નવી ભાગીદારી સાથે યૂઝર્સ Apple TV + ના એક્સક્લૂસિવ શો અને મૂવીઝનો આનંદ લઈ શકે છે. આ પ્લેટફોર્મમાં ડ્રામા, કોમેડી, ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી અને કૌટુંબિક મનોરંજન જેવી ઘણી મહાન કેટેગરીમાં ઉત્તમ સામગ્રી છે. જે લોકો ઉચ્ચ-ગુણવત્તાવાળું કન્ટેન્ટ પસંદ કરે છે, તેમના માટે Apple TV+ પર ટેડ લાસો, સેવરન્સ, ધ મોર્નિંગ શો, સ્લો હોર્સીસ, સિલો, શ્રિંકિંગ અને ડિસ્ક્લેમર જેવા એવોર્ડ-વિજેતા અને લોકપ્રિય શો ઉપલબ્ધ છે. આ સિવાય યુઝર્સ Wolves અને The Gorge જેવી લેટેસ્ટ મૂવીઝ પણ માણી શકે છે.

એપલ મ્યુઝિક પણ Apple Music પણ મફત
જે લોકો ગીતો સાંભળવાનું પસંદ કરે છે તેમના માટે આ ઓફરમાં એક મોટી ભેટ છે. એરટેલ યુઝર્સને છ મહિના માટે એપલ મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે, એપલ મ્યુઝિક પર ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને સોંગ ઉપલબ્ધ છે. આ સાથે યૂઝર્સ ક્યુરેટેડ પ્લેલિસ્ટ્સ, આર્ટિસ્ટ ઇન્ટરવ્યુ, Apple Music Radio, Apple Music Sing ફીચર, સમય-સમન્વયિત ગીતો, લોસલેસ ઑડિયો અને સ્પેશિયલ ઑડિયોનો અનુભવ પણ મળશે. આનાથી સંગીત સાંભળવાની મજા પણ વધુ વધશે.

શા માટે આ ઓફર Airtel યુઝર્સ માટે ખાસ છે?
એરટેલની આ નવી ઓફર એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જેઓ કોઈપણ વધારાના ખર્ચ વિના પ્રીમિયમ સ્ટ્રીમિંગ અને સંગીતનો આનંદ માણવા માંગે છે. Apple TV+ની વિશિષ્ટ કન્ટેન્ટ અને Apple Musicની શ્રેષ્ઠ સુવિધાઓ સાથે આ ડીલ એરટેલ યૂઝર્સ માટે એક મહાન ભેટથી ઓછી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news