પાકિસ્તાનને જીતવા નહીં દે વરસાદ...બાંગ્લાદેશ સામેની મેચમાં રાવલપિંડીમાં કેવું રહેશે હવામાન ?

Rawalpindi weather : પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મેચ દરમિયાન વરસાદની શક્યતા કેટલી છે અને રાવલપિંડીનું હવામાન કેવું રહેશે. 

પાકિસ્તાનને જીતવા નહીં દે વરસાદ...બાંગ્લાદેશ સામેની મેચમાં રાવલપિંડીમાં કેવું રહેશે હવામાન ?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની નવમી મેચમાં પાકિસ્તાનનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન વરસાદ મેચની મજા બગાડી શકે છે. ત્યારે આ લેખમાં જાણી લઈએ કે, મેચ દરમિયાન રાવલપિંડીનું હવામાન કેવું રહેશે.

પાકિસ્તાન vs બાંગ્લાદેશ : હેડ ટુ હેડ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 39 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી બાંગ્લાદેશે માત્ર 5માં જીત મેળવી છે, જ્યારે 34માં હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશની પાકિસ્તાન સામે છેલ્લી જીત 26 સપ્ટેમ્બર 2018ના રોજ અબુ ધાબીમાં થઈ હતી. સુપર 4 શ્રેણીની તે મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 37 રને હરાવ્યું હતું. બંને વચ્ચે છેલ્લી ODI મેચ 31 ઓક્ટોબર 2023 ના રોજ ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે રમાઈ હતી, જે ICC ODI વર્લ્ડ કપ મેચ હતી. તે મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું.

મેદાનનો રેકોર્ડ

  • કુલ રમાયેલ મેચઃ 27
  • પ્રથમ બેટિંગ કરતી વખતે જીતેલી મેચો: 11
  • પ્રથમ બોલિંગ કરીને જીતેલી મેચો: 15
  • ટાઈ/અનિર્ણિત: 1
  • પ્રથમ દાવનો સરેરાશ સ્કોર: 242 રન
  • સર્વોચ્ચ સ્કોર: 337/3 (48.2 ઓવર): પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ
  • ન્યૂનતમ સ્કોર: 104/10 (33 ઓવર): ઝિમ્બાબ્વે vs શ્રીલંકા

રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પિચ રિપોર્ટ

રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની પિચ સંતુલિત સપાટી ધરાવતી હશે. ફાસ્ટ બોલરોને ટ્રેકમાંથી થોડી મદદ મળશે. બેટ્સમેનો માટે જો તેઓ થોડો સમય મેદાન પર વિતાવી શકે તો તેઓ પિચનો ફાયદો મેળવી શકે છે.

રાવલપિંડીનું હવામાન

રાવલપિંડીના હવામાનની આગાહી ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક છે. રાવલપિંડીમાં આકાશ ખૂબ જ વાદળછાયું છે. AccuWeather અનુસાર, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મેચ દરમિયાન 99 ટકા આકાશ વાદળ છાયું રહેશે અને 30 ટકા વરસાદની સંભાવના છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news