ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી મિચેલ સ્ટાર્ક કેમ થયો બહાર ? દુનિયા સામે કર્યો મોટો ખુલાસો

Mitchell Starc : ઓસ્ટ્રેલિયા જૂનમાં લોર્ડ્સમાં દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ રમવાની છે. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝનો ત્રણ ટેસ્ટ મેચનો પ્રવાસ છે. સ્ટાર્ક આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી પણ રમશે. ત્યારે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કેમ બહાર થયો, તે અંગે મોટો ખુલાસો કર્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી મિચેલ સ્ટાર્ક કેમ થયો બહાર ? દુનિયા સામે કર્યો મોટો ખુલાસો

Mitchell Starc : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી ઘણા સ્ટાર પ્લેયર આ ટૂર્નામેન્ટમાંથી બહાર થયા હતા. કેપ્ટન પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, મિચેલ માર્શની સાથે મિચેલ સ્ટાર્ક પણ ઈજાના કારણે આ ICC ટુર્નામેન્ટમાંથી બહાર થયો હતો. આ દરમિયાન મિચેલ સ્ટાર્કે મોટો ખુલાસો કર્યો છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી તે કેમ બહાર થયો હતો. 

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી તે કેમ બહાર થયો હતો. બહાર થવા પાછળ પગની ઘૂંટીમાં દુખાવો મુખ્ય કારણ છે. આ ઉપરાંત તેણે એમ કહ્યું હતું કે તેના આ નિર્ણય પાછળ કેટલાક વ્યક્તિગત કારણો પણ છે.

શા માટે મિચેલ સ્ટાર્ક ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયો ?

મિશેલ સ્ટાર્કે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કેટલાક અલગ કારણો છે, કેટલાક અંગત મંતવ્યો છે. ટેસ્ટ શ્રેણી દરમિયાન મારા પગની ઘૂંટીમાં થોડો દુખાવો થયો હતો, તેથી મારે તેને ઠીક કરવાની જરૂર હતી. તો આગામી સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ થવાની છે અને તે પછી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ છે અને આઈપીએલ ક્રિકેટ પણ છે. સ્ટાર્ક આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી પણ રમશે.

સ્ટાર્કે કર્યો મોટો ખુલાસો 

મિચેલ સ્ટાર્કે કહ્યું કે, તેનું ધ્યાન જૂનમાં દક્ષિણ આફ્રિકા સામે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પર છે. ટેસ્ટ ક્રિકેટ મારા માટે સર્વોપરી છે અને હું ખાતરી કરવા માંગુ છું કે હું તે મહત્વપૂર્ણ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ રહું. આગામી થોડા મહિનામાં થોડું ક્રિકેટ રમીશ અને પછી (WTC) ફાઈનલ માટે તૈયાર થઈશ. 35 વર્ષીય મિચેલ સ્ટાર્ક તાજેતરમાં ભારત અને શ્રીલંકા સામે સાત ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે અને તે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોમાં સૌથી વ્યસ્ત રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news