જાસ્મીન વાલિયાએ હાર્દિક પંડ્યાને ખુલ્લેઆમ કરી Kiss! શું છે વાયરલ ફોટોની હકીકત ?
Jasmin Walia : હાર્દિક પંડ્યા હાલમાં બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથેના સંબંધોના સમાચારને લઈને ચર્ચામાં છે. હવે જાસ્મિનનો એક વીડિયો વાયરલ થયો છે. જેને લઈને બધાના મનમાં સવાલ છે કે શું જાસ્મીન વાલિયા હાર્દિક પંડ્યાને કિસ કરી રહી હતી.
Trending Photos
Jasmin Walia : હાર્દિક પંડ્યા મેદાન પર પોતાના પ્રદર્શનને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનું નામ વિદેશી સિંગર જાસ્મીન વાલિયા સાથે જોડાયું છે. હાર્દિકે ગયા વર્ષે જુલાઈમાં સર્બિયન ડાન્સર નતાસા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા. તે પછી જાસ્મિન વાલિયા સાથેના તેના સંબંધોની અફવાઓએ વેગ પકડ્યો છે. જાસ્મિન દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચની મજા માણતી જોવા મળી હતી. હવે તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોઈને ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી રહી છે.
ભારતીય ટીમે દુબઈમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી, જેમાં વિરાટ કોહલીએ પોતાની ODI કારકિર્દીની 51મી સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યા વિશે વાત કરીએ તો, આ મેચમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. હાર્દિકે બાબર આઝમ અને સઈદ શકીલની વિકેટ લીધી હતી.
શું જાસ્મીન વાલિયા હાર્દિકને ફ્લાઈંગ કિસ આપી રહી હતી ?
વાયરલ વીડિયો પર નજર કરીએ તો પાકિસ્તાની ઇનિંગ્સની 11 ઓવર પૂરી થયા બાદ જસ્મીન વાલિયા ફ્લાઇંગ કિસ કરતી જોવા મળી હતી. રસપ્રદ વાત એ છે કે 11મી ઓવર હાર્દિક પંડ્યાએ ફેંકી હતી. પરંતુ વીડિયો જોઈને એ વાતની પુષ્ટિ કરવી મુશ્કેલ છે કે જાસ્મિન માત્ર હાર્દિકને જ ફ્લાઈંગ કિસ મોકલી રહી હતી.
કોણ છે જાસ્મીન વાલિયા ?
જાસ્મીન વાલિયા મૂળ ભારતીય છે, પરંતુ તેનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો. તે એક સિંગર અને અભિનેત્રી છે અને ટીવી શોમાં પણ કામ કરી ચૂકી છે. તેને સૌથી વધુ લોકપ્રિયતા વર્ષ 2010માં 'ધ ઓન્લી વે ઈઝ એસેક્સ' શો માટે મળી હતી. થોડા વર્ષો પછી 2014 માં તેણે યુટ્યુબ ચેનલ શરૂ કરી, આ ચેનલ પર તે સોન્ગ લોન્ચ કરતી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે