રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?

Rohit Sharma Property : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા રોહિત શર્મા દ્વારા ભાડે આપવામાં આવેલ આ એપાર્ટમેન્ટ લોઢા માર્ક્વિસ- ધ પાર્કમાં આવેલું છે, જેને મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (લોઢા ગ્રુપ) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ 7 એકરમાં ફેલાયેલો રેડી-ટુ-મૂવ હાઉસિંગ પ્રોજેક્ટ છે.

રોહિત શર્માએ કરોડોનો બંગલો આપ્યો ભાડે...જાણો હિટમેનને દર મહિને કેટલી થશે કમાણી ?

Rohit Sharma Property : ભારતીય વન ડે અને ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું ક્રિકેટની સાથે રિયલ એસ્ટેટમાં રોકાણ પણ એટલું જ શાનદાર છે. ઓપનર બેટ્સમેન અને હિટમેન તરીકે જાણીતા રોહિત શર્માએ હાલમાં જ મુંબઈના લોઅર પરેલમાં પોતાનું એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે, જેમાંથી તે દર મહિને લાખો રૂપિયા કમાશે. રોહિત શર્માનું આ એપાર્ટમેન્ટ મુંબઈના સેન્ટ્રલ વિસ્તારના લોઅર પરેલમાં આવેલું છે. તે 'લોધા માર્કીઝ - ધ પાર્ક' પ્રોજેક્ટનો એક ભાગ છે. તેને મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ગ્રુપ) દ્વારા બનાવવામાં આવ્યું છે. તે 7 એકરમાં ફેલાયેલો એક રેડી-ટુ-મૂવ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે.

લોઅર પરેલ કોમર્શિયલ હબ છે

લોઅર પરેલ મુંબઈનું મુખ્ય રહેણાંક અને કોમર્શિયલ હબ છે. તે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને નરીમાન પોઈન્ટ જેવા શહેરના મુખ્ય બિઝનેસ ડિસ્ટ્રિક્ટસ સાથે સારી રીતે જોડાયેલ છે. આ કારણે આ વિસ્તાર લક્ઝરી એપાર્ટમેન્ટ અને હાઈ-એન્ડ સુવિધાઓ માટે જાણીતો છે. આ એપાર્ટમેન્ટનો કુલ કાર્પેટ એરિયા 1,298 ચોરસ ફૂટ છે. તેમાં બે કાર પાર્કિંગ જગ્યા પણ સામેલ છે. આ ભાડાના કરાર માટે રૂપિયા 16,300ની સ્ટેમ્પ ડ્યુટી અને રૂપિયા 1,000ની નોંધણી ફી ચૂકવવામાં આવી છે. આ ડીલ જાન્યુઆરી 2025માં રજીસ્ટર કરવામાં આવી હતી.

રોહિત શર્માએ આ પ્રોપર્ટી ક્યારે ખરીદી ?

દસ્તાવેજો અનુસાર, રોહિત શર્મા અને તેના પિતા ગુરુનાથ શર્માએ આ એપાર્ટમેન્ટ માર્ચ 2013માં 5.46 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. હાલમાં આ મકાન રૂપિયા 2.6 લાખના માસિક ભાડા પર આપવામાં આવ્યું છે. 

રોહિત શર્મા અને તેના પિતા પાસે લોઢા માર્ક્વિસ - ધ પાર્કના નામે બીજું એપાર્ટમેન્ટ છે, જે તેમણે 2013માં રૂ. 5.70 કરોડમાં ખરીદ્યું હતું. આ એપાર્ટમેન્ટ ઓક્ટોબર 2024માં દર મહિને 2.65 લાખ રૂપિયામાં ભાડે આપવામાં આવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news