ODI Rankings : વિરાટ કોહલીની ટોપ-5માં એન્ટ્રી...રોહિત શર્મા બન્યો બાબર માટે ખતરો

ODI Rankings : ICC ODI રેન્કિંગમાં વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તો બાબર આઝમ અને રોહિત વચ્ચે બહુ ઓછો તફાવત રહ્યો છે.

ODI Rankings : વિરાટ કોહલીની ટોપ-5માં એન્ટ્રી...રોહિત શર્મા બન્યો બાબર માટે ખતરો

ODI Rankings : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે ODI ખેલાડીઓની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, ઝડપી બોલર મોહમ્મદ શમી અને સ્પિનર ​​કુલદીપ યાદવને તાજેતરની રેન્કિંગમાં એક-એક સ્થાનનો ફાયદો થયો છે. કોહલીએ ફરી ટોપ-5માં એન્ટ્રી કરી છે. તે 743 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે 111 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. કોહલીની આ 51મી ODI અને 82મી આંતરરાષ્ટ્રીય સદી હતી.

ટોપ-10 બેટ્સમેનોમાં ભારતના 4 ખેલાડી

ટોપ-10 બેટ્સમેનોમાં ભારતના ચાર ખેલાડીઓ સામેલ છે. યુવા ઓપનર શુભમન ગિલ ટોપ પર છે. તેના 817 પોઈન્ટ છે. કેપ્ટન રોહિત શર્મા 757 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને શ્રેયસ અય્યર 679 પોઈન્ટ સાથે નવમા સ્થાને યથાવત છે. પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ 770 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તેણે ભારત સામે 26 બોલમાં 23 રન બનાવ્યા હતા. ભારતના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ બે સ્થાન આગળ વધીને 15મા સ્થાને પહોંચી ગયો છે. ભારતે પાકિસ્તાનને 6 વિકેટે ભારતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

બાબર આઝમ પાસેથી ગયા અઠવાડિયે જ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નંબર-1નો તાજ છીનવાયો હતો. શુભમન ગિલ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નંબર-1 બન્યો હતો. હવે બાબર આઝમ નંબર 2 પર છે, જે ત્રીજા નંબરે આવી શકે છે, કારણ કે તેની અને રોહિત વચ્ચે બહુ ઓછો તફાવત રહ્યો છે.

કુલદીપ અને શમીને પણ ફાયદો

કુલદીપ યાદવ અને મહોમ્મદ શમીને પણ ફાયદો થયો છે. પાકિસ્તાન સામે 3 વિકેટ લેનાર કુલદીપ યાદવને પણ ODI રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને આવી ગયો છે. મોહમ્મદ શમી પણ એક સ્થાન ઉપર આવી ગયો છે. જ્યારે શ્રીલંકાના સ્પિન બોલર મહેશ તિક્ષ્ણા ટોપ પર છે. ટોપ-10 બોલરોમાં કુલદીપ એકમાત્ર ભારતીય છે.

અફઘાનિસ્તાનના સ્પિનર ​​રાશિદ ખાન બીજા સ્થાને અને દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ ચોથા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી બે સ્થાન આગળ વધીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​એડમ ઝમ્પા ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા અને ન્યુઝીલેન્ડના માઈકલ બ્રેસવેલ પણ ફાયદો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news