Rohit Sharma : રોહિત શર્મા અનફિટ, નેટ્સમાં પણ નથી કરી રહ્યો બેટિંગ

Rohit Sharma : ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાકિસ્તાન વિરૂદ્ધ હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ ઈજા બાદ રોહિત નેટમાં બેટિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ભારતીય ટીમ દુબઈમાં ICC એકેડમીમાં ટ્રેનિંગ માટે ગઈ ત્યારે રોહિત શર્મા અનકંફર્ટેબલ દેખાતો હતો.

Rohit Sharma : રોહિત શર્મા અનફિટ, નેટ્સમાં પણ નથી કરી રહ્યો બેટિંગ

Rohit Sharma : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામેની હાઈવોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. જો કે, મેચ બાદ ભારતીય કેપ્ટને કહ્યું કે તેની હેમસ્ટ્રિંગ હવે સારી લાગે છે. પરંતુ મેચના ત્રણ દિવસ બાદ પણ રોહિતની ઈજા હજુ પણ ઠીક થઈ નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઈજાને કારણે રોહિત નેટ્સમાં બેટિંગ કરી રહ્યો નથી. બુધવારે જ્યારે ભારતીય ટીમ દુબઈમાં ICC એકેડમીમાં ટ્રેનિંગ માટે ગઈ ત્યારે રોહિત શર્મા અનકંફર્ટેબલ દેખાતો હતો.

મીડિયા અહેવાલ મુજબ રોહિતે શરૂઆતથી જ ટીમના ફિઝિકલ ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો ન હતો. તેણે થ્રોડાઉનની પ્રેક્ટિસ પણ નહોતી કરી. પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમનું આ પ્રથમ પ્રેક્ટિસ સેશન હતું. ટીમ ઈન્ડિયા બે દિવસના વિરામ બાદ મેદાનમાં પ્રેક્ટિસ માટે ઉતરી હતી. હવે ભારતીય ટીમે તેની છેલ્લી ગ્રુપ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. આવી સ્થિતિમાં બંને ટીમોનો ઉદ્દેશ્ય અહીં સેમિફાઇનલ માટે રિહર્સલ કરવાનો રહેશે.

 

Raw 🔊 moments from #TeamIndia's training session ahead of the match against New Zealand 👌👌

— BCCI (@BCCI) February 27, 2025

મીડિયા રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે રોહિતે આરામથી જોગિંગ કર્યું હતું. આ સમય દરમિયાન ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈ પણ તેના પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. જો કે, સમગ્ર નેટ સેશન દરમિયાન રોહિત શર્મા ત્યાં હાજર હતો અને તેણે કોચ ગૌતમ ગંભીર અને બાકીના સપોર્ટ સ્ટાફ સાથે પણ ઘણી ચર્ચા કરી. પરંતુ તેણે એક પણ બોલનો સામનો કર્યો ન હતો.

બીજી તરફ જો ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની વાત કરીએ તો પાકિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારનાર આ સ્ટાર બેટ્સમેને નેટમાં તમામ પ્રકારના બોલનો સામનો કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, વિરાટે માત્ર કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાનો સામનો જ કર્યો ન હતો પરંતુ તેણે અહીં હાજર નેટ બોલરોનો પણ સામનો કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news