ઈંગ્લેન્ડને હરાવ્યું...હવે આ રીતે સેમીફાઈનલમાં એન્ટ્રી કરશે અફઘાનિસ્તાન ! સમજો સંપૂર્ણ ગણિત
Champions Trophy 2025 : અફઘાનિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડને 8 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ જીત સાથે અફઘાનિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ જીવંત થઈ ગઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, અફઘાનિસ્તાન કેવી રીતે સેમીફાઈનલમાં પહોંચી શકે છે.
Trending Photos
Champions Trophy 2025 : અફઘાનિસ્તાને ઈબ્રાહિમ ઝદરાનના 177 રન અને ત્યારપછી અઝમતુલ્લા ઓમરઝાઈની 5 વિકેટની મદદથી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ઈંગ્લેન્ડને 8 રનથી હરાવ્યું હતું. આ સાથે જ જોસ બટલરના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ટીમની સફર સમાપ્ત થઈ ગઈ. આ સાથે જ અફઘાનિસ્તાને બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવીને સેમિફાઈનલમાં પહોંચવાની રેસમાં પોતાને જીવંત રાખ્યું છે. અફઘાનિસ્તાને સેમિફાઇનલમાં પહોંચવા માટે હવે શું કરવું પડશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
હવે અફઘાનિસ્તાન આ ટીમ સામે ટકરાશે
અફઘાનિસ્તાનને તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેણે ઈંગ્લેન્ડને હરાવીને શાનદાર વાપસી કરી હતી. હવે અફઘાનિસ્તાન તેની છેલ્લી ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. આ મેચ 28 ફેબ્રુઆરીએ લાહોરમાં જ રમાશે. ઓસ્ટ્રેલિયાએ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની તેની બીજી મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી.
સેમીફાઈનલમાં આ રીતે એન્ટ્રી કરી શકે છે
અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઈંગ્લેન્ડ સામેની મેચ જેવી જ સ્થિતિ થશે, કારણ કે તેના માટે આ ફરી એકવાર કરો યા મરો મેચ હશે. જો હસમતુલ્લાહ શાહિદીની આગેવાની હેઠળની ટીમ આ મેચ જીતશે તો તે સતત બીજી વખત ICC ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી જશે. જોકે, જો તેઓ હારી જશે તો ટીમનું અભિયાન સમાપ્ત થઈ જશે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે, તો તેમની ક્વોલિફાય થવાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં તેમને આશા રાખવી પડશે કે ઇંગ્લેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવે.
ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ B પોઈન્ટ ટેબલ
- દક્ષિણ આફ્રિકા (3 પોઈન્ટ) - 3 મેચ - 1 જીત - 1 ડ્રો - રન રેટ (+2.140)
- ઓસ્ટ્રેલિયા (3 પોઈન્ટ) - 3 મેચ - 1 જીત - 1 ડ્રો - રન રેટ (+0.475)
- અફઘાનિસ્તાન (3 પોઈન્ટ) - 2 મેચ - 1 જીત - 1 હાર - રનરેટ (-0.990)
- ઈંગ્લેન્ડ (0 પોઈન્ટ) - 2 મેચ - 0 જીત - 2 હાર - રનરેટ (0.305)
શું ફરી વરસાદ આવશે? કડાકા-કરા સાથે અહીં પડશે વરસાદ, ગુજરાતના અનેક જિલ્લામા યલો એલર્ટ
ગ્રુપ Aમાંથી ભારત અને ન્યુઝીલેન્ડની ટીમોએ સેમીફાઈનલ માટે પોતાની ટિકિટ બુક કરી લીધી છે. આ બંને ટીમો 2 માર્ચે સામસામે ટકરાશે. ગ્રુપ બીમાં અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને અને ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું છે. આ પહેલા દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે