Pak vs Ban : પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી વિજય વિના વિદાય....બાંગ્લાદેશ સામેની મેચ વરસાદના કારણે ધોવાઈ
Pakistan vs Bangladesh : વર્ષો બાદ પાકિસ્તાનને ICC ટૂર્નામેન્ટની યજમાની કરવાનો મોકો મળ્યો હતો. ત્યારે પાકિસ્તાનને જીત્યા વિના ટૂર્નામેન્ટમાંથી રિટર્ન ટિકિટ મળી હોવાથી તમામ પ્રચાર અને પ્રશાર વ્યર્થ ગયો છે. બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં વરસાદ પાકિસ્તાન માટે વિલન સાબિત થયો હતો અને મેચ ટોસ વગર જ રદ્દ કરી દેવામાં આવી હતી.
Trending Photos
Pakistan vs Bangladesh : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન માટે છેલ્લી મેચમાં જીત સાથે વિદાય લેવાની આશા પણ ઠગારી નીવડી છે. બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં વરસાદ પાકિસ્તાન માટે વિલન સાબિત થયો હતો અને મેચ ટોસ વગર જ રદ્દ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાન 3 મેચમાંથી એક મેચ પણ જીતી શક્યું નથી અને આ સાથે જ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની સફરનો ખરાબ અંત આવ્યો છે.
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે કરાચીમાં કરી હતી. પાકિસ્તાનને પહેલી જ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી જ્યારે ભારત સામે જીતની બીજી તક હતી ત્યારે રિઝવાન એન્ડ કંપની અહીં પણ નિષ્ફળ રહી હતી. પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી હતી.
સેમિફાઇનલમાંથી બહાર
સતત બે મેચ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો વિજય છેલ્લી આશા હતી, પરંતુ આ પણ શક્યું બન્યું નહીં અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. પાકિસ્તાન તરફથી બે મોટા નામ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હાર બાદ સમગ્ર ટીમમાં ખળભળાટ મચી ગયો હતો.
બાંગ્લાદેશ સામેની મેચ રદ
બાંગ્લાદેશ સામેની મેચમાં પાકિસ્તાનને જીતની આશા હતી. પરંતુ ટીમને અહીં રમવાની તક મળી ન હતી. બંને ટીમો વચ્ચે ટોસ માટે થોડા કલાકો સુધી રાહ જોવામાં આવી હતી, પરંતુ વરસાદ બંધ થયો ન હતો. જે બાદ આખરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિજય સાથે વિદાય લેવાનું પાકિસ્તાનનું સપનું પણ ચકનાચૂર થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે