SA vs AUS : વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા મેચ રદ...જાણો કઈ ટીમને થશે ફાયદો કોને થશે નુકશાન ?
SA vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીની 7મી મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની હતી, પરંતુ રાવલપિંડીમાં સતત વરસાદના કારણે આ મેચ રદ કરવી પડી હતી. રાવલપિંડીમાં સવારથી હવામાન ખરાબ છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ બીજી મેચ છે.
Trending Photos
SA vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 7મી મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે રાવલપિંડીમાં રમવાની હતી. પરંતુ રાવલપિંડીમાં સતત વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. એટલે કે બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે બંને ટીમો હજુ પણ સેમિફાઇનલ માટે દાવેદાર છે. ગ્રુપ Aમાં ભારત-ન્યૂઝીલેન્ડની ટીમોને સેમિફાઇનલ માટે ટિકિટ મળી છે. પરંતુ ગ્રુપ-બીમાં મામલો પેચીદો છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. જે બાદ ઈંગ્લેન્ડની ટીમ માટે સેમીફાઈનલના દરવાજા ખુલી ગયા છે. હવે સેમિફાઇનલ માટે ત્રણ ટીમો વચ્ચે જંગ જોવા મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ ગ્રુપ મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થવાની હતી. ODI મેચનું પરિણામ મેળવવા માટે બંને ટીમો માટે ઓછામાં ઓછી 20-20 ઓવર રમવી જરૂરી હતી. પરંતુ સતત વરસાદના કારણે આ પણ શક્ય ના બન્યું તેથી મેચ રદ કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રદ
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ મેચ જીતવા પર ટીમને 2 પોઈન્ટ મળે છે. પરંતુ આ મેચ વરસાદના કારણે રદ થઈ છે, તેથી બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે. જોકે, તેના નેટ રન રેટમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચ જીતી હતી. ત્યારે બંને ટીમોના હવે 3-3 પોઈન્ટ છે.
બંને ટીમો માટે વધી મુશ્કેલી
વરસાદના કારણે મેચ રદ થતાં બંને ટીમો માટે મુશ્કેલી વધી ગઈ છે. ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક-એક મેચ રમાઈ છે. જેમાં બંનેનો પરાજય થયો છે. આ પછી દક્ષિણ આફ્રિકાને ઈંગ્લેન્ડ સામે રમવાનું છે. જો ઈંગ્લેન્ડ તેની બંને મેચ જીતી જાય તો દક્ષિણ આફ્રિકા બહાર થઈ શકે છે. જો અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંનેને હરાવશે તો તે પણ દાવેદાર બની જશે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ તેમની આગામી મેચ જીતવી જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે