Shani Dhaiya: સિંહ સહિત 2 રાશિઓ પર તુટી પડશે શનિનો ક્રોધ, 29 માર્ચથી આર્થિક, શારીરિક, માનસિક કષ્ટ વધી શકે છે

Shani Dhaiya: શનિની સાડાસાતી અને ઢૈયાનો ખરાબ તબક્કો જેના પર શરુ થાય તેને જીવનમાં આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો સમય સિંહ અને ધન રાશિ માટે 29 માર્ચથી શરુ થવાનો છે.
 

Shani Dhaiya: સિંહ સહિત 2 રાશિઓ પર તુટી પડશે શનિનો ક્રોધ, 29 માર્ચથી આર્થિક, શારીરિક, માનસિક કષ્ટ વધી શકે છે

Shani Dhaiya: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ સૌથી ધીમી ગતિએ આગળ વધે છે. શનિ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. શનિ જ્યારે રાશિ બદલે છે તો લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે. 2025માં પણ 5  રાશિના લોકોના જીવનમાં આવી જ ઉથલપાથલ થઈ શકે છે. 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. શનિના આ રાશિ પરિવર્તન સાથે કુંભ મીન અને મેષ રાશિ પર સાડાસાતી શરૂ થઈ જશે. સાથે જ 2 રાશિઓની ઢૈયા શરૂ થશે. ઢૈયા અઢી વર્ષ સુધી ચાલે છે અને આ સમય દરમિયાન લોકોને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

29 માર્ચથી 2 રાશિઓની ઢૈયા થશે શરૂ 

ગ્રહોના ન્યાયાધીશ કહેવાતા શનિ દેવ 29 માર્ચ 2025 ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ભારે સાબિત થશે. જેમાં બે રાશિ એવી છે જેમની ઢૈયા શરૂ થશે અને તે 2027 સુધી ચાલશે. આ બે રાશિ છે સિંહ રાશિ અને ધન રાશિ. આ બે રાશિના લોકોને અઢી વર્ષ દરમ્યાન શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. 

સિંહ રાશિ પર ઢૈયાનો પ્રભાવ 

શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે તેની સાથે જ સિંહ રાશિની ઢૈયા શરૂ થઈ જશે. આ રાશિના લોકોની કારકિર્દીમાં સમસ્યા આવી શકે છે. આ સમય દરમિયાન આર્થિક નુકસાન અને બીમારીઓ વધી શકે છે. બનતા કામ પણ બગડી જાય તેવું પણ બને. અથવા તો મહત્વપૂર્ણ કામ ધીમી ગતિએ આગળ વધે. 

ધન રાશિ પર ઢૈયાનો પ્રભાવ 

શનિની ઢૈયાનો પ્રકોપ ધન રાશિના લોકોને પણ ભોગવવો પડશે. આ અઢી વર્ષ દરમિયાન કારકિર્દીમાં સફળ થવા માટે એડી ચોટીનું જોર લગાડવું પડશે. તેમ છતાં મહેનતનું ફળ નહીં મળે. આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. બીમારી આવી શકે છે. 

કેવી રીતે બચવું ઢૈયાના પ્રકોપથી?

શનિની ઢૈયા અને સાડાસાતી દરેક વ્યક્તિ માટે કષ્ટકારી નથી હોતી. ઘણા લોકોને સાડાસતી અને ઢૈયા દરમિયાન પણ એટલા કષ્ટ નથી પડતા. તેનું કારણ હોય છે તેમના સારા કર્મ. જે વ્યક્તિ સારા કર્મ કરે છે તેને શનિ આ સમયમાં પણ લાભ કરાવે છે. ટૂંકમાં કહીએ તો ઢૈયાના પ્રકોપથી સારા કર્મ બચાવી શકે છે. આ સમય દરમિયાન પોતાના કર્મ પર વિશેષ ધ્યાન આપવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news