પુરુષોને લાંબા વાળવાળી યુવતીઓ કેમ ગમે છે? આ છે તેની પાછળના કારણ, તમે પણ જાણી લો

ઘણીવાર એવું જોવા મળે છે કે છોકરાઓ લાંબા વાળવાળી છોકરીઓ તરફ વધુ આકર્ષાય છે. પરંતુ શું તમે ક્યારેય તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં, તો આ લેખ તમારા માટે છે, તેમાં કેટલાક કારણોનો ઉલ્લેખ છે જે કદાચ છોકરાઓ પણ જાણતા નથી.

પુરુષોને લાંબા વાળવાળી યુવતીઓ કેમ ગમે છે? આ છે તેની પાછળના કારણ, તમે પણ જાણી લો

ફિલ્મોમાં જાડા, લાંબા અને રેશમી વાળને સુંદરતા સાથે જોડવામાં આવે છે. એટલે તો ઘણા ગીતોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  બીજી તરફ ફેશનની વાત કરીએ તો સમયની સાથે તેનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ક્યારેક શોર્ટ હેર સ્ટાઇલ પ્રચલિત બની જાય છે તો ક્યારેક છોકરીઓમાં લાંબા વાળનો ક્રેઝ વધી જાય છે. પરંતુ તે છોકરાઓ વિશે શું, જેમનું દિલ વારંવાર લાંબા વાળવાળી છોકરીઓ પર પડે છે?

જો ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'નું ઉદાહરણ લઈ સમજીએ તો નાના વાળવાળી અંજલી જ્યારે લાંબાવાળમાં રાહુલને જુએ તો તેની આંખો ખુલ્લી રહી જાય છે. અંજલીનો ચહેરો તો એજ હતો પરંતુ લાંબા વાળે તેને પર્સનાલિટી બદલી દીધી. આ વચ્ચે સવાલ ઉઠે છે કે આખરે પુરૂષોને લાંબા વાળવાળી યુવતીઓ કેમ પસંદ છે. તેની પાછળ વિજ્ઞાન છે કે ઈતિહાસ આવો જાણીએ.

સૌથી પહેલા જાણો શું કહે છે રિસર્ચ
2004ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષો લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓને વધુ આકર્ષક અને યુવાન માને છે. લાંબા વાળ કુદરતી સૌંદર્ય અને આકર્ષક દેખાવ આપે છે. સ્કેન્ડિનેવિયન જર્નલ ઑફ સાયકોલોજી નોંધે છે કે જે સ્ત્રીઓની ગરદન અને હાથની નીચે સુધી લાંબા વાળ હોય છે તેઓ યુવાન, સ્વસ્થ અને સેક્સી માનવામાં આવે છે. ટેલિગ્રાફના અહેવાલ મુજબ, પુરુષો લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓને સ્વાસ્થ્ય અને સારા જીનની નિશાની તરીકે જુએ છે.

સારા સ્વાસ્થ્યનો કેમ માને છે સંકેત
હકીકતમાં જૂના જમાનામાં યુવતીઓના લાંબા વાળ પર ખુબ ભાર આપવામાં આવતો હતો.લાંબા વાળ જેટલા સુંદરતા માટે જરૂરી છે એટલા સ્વાસ્થ્ય માટે પણ. ઘણી સ્ટડી જણાવે છે કે પુરૂષો માટે લાંબા વાળ સ્વાસ્થ્ય અને પ્રજનન ક્ષમતાનો સંકેત હોઈ શકે છે. ઐતિહાસિક રૂપથી મહિલાઓના સ્વસ્થ અને સુંદર વાળને પ્રજનન ક્ષમતા, સારા પોષણ અને સારી લાઇફસ્ટાઇલ સાથે જોડવામાં આવ્યા છે. આ સિવાય મહિલાઓના શરીરમાં ઉચ્ચ સ્તરનું એસ્ટ્રોજન હાર્મોન લાંબા અને મજબૂત વાળને પ્રોત્સાહન આપે છે, તેથી પુરૂષોને તે કુદરતી રૂપે એટ્રેક્ટ કરે છે.

સુંદરતાની નિશાની છે લાંબા વાળ
ઘણી સંસ્કૃતિઓમાં લાંબા વાળને સુંદરતા અને સ્ત્રીત્વનું પ્રતીક માનવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો અહીં પણ લાંબા વાળ પરંપરાગત સુંદરતાનો ભાગ છે. ફિલ્મો, પુસ્તકો અને કલામાં હંમેશા લાંબા વાળવાળી મહિલાઓને આઇડલ અને એક્ટ્રેક્ટિવ દેખાડવામાં આવી છે. જેના કારણે પુરૂષોના વિચારો પર ઉંડી અસર થાય છે. 

મનોવૈજ્ઞાનિક કારણ પણ જાણી લો
જો સાઇકોલોજીની વાત કરીએ તો લાંબા વાળને હંમેશા સેક્સુઅલ એટ્રેક્શનના સંકેતના રૂપમાં જોવામાં આવે છે. જેમ કે લાંબા વાળને ફેરવવા કે તેનો ઉપયોગ ફ્લર્ટ કરવા માટે ખુબ પોપુલર છે. લાંબા વાળ પુરૂષો માટે એક મનોવૈજ્ઞાનિક રૂપથી આકર્ષણનો ગુણ બને છે, કારણ કે તેનું ધ્યાન લાંબા અને સુંદર વાળ પર સરળતાથી જઈ શકે છે. આ રીતે લાંબા વાળવાળી યુવતીઓને પસંદ કરવાના અલગ-અલગ કારણ જોવા મળે છે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલા દાવા ઈન્ટરનેટ પર મળેલી જાણકારી આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news