માર્ચમાં ગુજરાતમાં મોટી ગરબડ થશે, 28 ફેબ્રુઆરી માટે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

Weather Forecast : ગુજરાતમાં વધતી ગરમી વચ્ચે હવામાન વિભાગની રાહત આપતી આગાહી આવી છે. રાજ્યમાં આવતીકાલથી ગરમીથી થોડી રાહત મળવાની છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે. તો ગુજરાતના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ગરમ પવન ફુંકાવાની આગાહી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પણ આવી ગઈ છે

શિયાળાના વિદાયની શરૂઆત થઈ 

1/3
image

જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે. તેમણે શિયાળાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે તેવુ જણાવ્યું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 28મી ફેબ્રુઆરી સુધી આ ઝડપથી પવન ફૂંકાતા રહેશે. 28મી ફેબ્રુઆરી બાદ પવનની ઝડપમાં વધારો થઈ શકે છે અને તે 18થી 22 કિમી પ્રતી કલાક ઝડપ ફૂંકાશે. પવનની દિશા એક સરખી નહીં હોય. તાપમાનને લઈ અત્યારે મિશ્ર ઋતુ જોવા મળે છે. દિવસે ઉનાળાની તો રાત્રે શિયાળાની ઋતુનો અહેસાસ થાય છે. ઉનાળાની ઝલક ફેબ્રુઆરીમાં જોવા મળી શકે છે.

ઉનાળો મોડો શરૂ થશે 

2/3
image

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ વખતે ઉનાળો થોડો મોડો છે એટલે કે તે માર્ચ મહિનામાં જોવા મળશે. અલબત ફેબ્રુઆરીમાં વ્યાપક પ્રમાણમાં ગરમીનો અહેસાસ થયો નથી. અગાઉના વર્ષોમાં ઉનાળાનો માહોલ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળી ચુક્યો હતો. આ વખતે ઉનાળો મોડો છે. આગામી સમયમાં આપણે ધીમે ધીમે ઉનાળા તરફ આગળ જઈ રહ્યા છીએ. શિયાળાની વિદાય ચોક્કસ ચાલુ છે. હવે માવઠાને લઈ જોઇએ તો અત્યારે ખેડૂત મિત્રોએ જે પણ ખેતીકામ હોય તેને રાબેતા મુજબ જાળવી રાખવું અને તેમાં માવઠાની સ્થિતિમાં કોઈ તેમાં કોઈ જ અવરોધ આવે તેમ નથી.  

આ વિસ્તારોમાં વાદળો આવશે 

3/3
image

હવામાન નિષ્ણાતે કહ્યું કે, ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઇ શકે છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગ, ગીર સોમનાથ જેવા દરિયાઈ કાઠાના વિસ્તાર, કચ્છના તમામ વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, વાવ અને થરાદ આ વિસ્તારોમાં ઘાટા વાદળ થશે અન્ય વિસ્તારોમાં સામાન્ય વાદળ થશે. અમુક વિસ્તારમાં વાદળ જોવા મળે પણ માવઠાના વરસાદની કોઈ શક્યતા નથી.