ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી; અનોખી છે પરંપરા, લોકો ખુલ્લા પગે ચાલે છે અંગારા પર..

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી છે. ગુજરાત સહિત દેશભરમાં આજે હોલિકા દહન કરવામાં આવ્યું છે. સાંજે 7 વાગ્યા બાદ હોલિકા પ્રગટાવવામાં આવી છે. હોળીની જ્વાળા પરથી આવનારું વર્ષ કેવું રહેશે તેનો વરતારો કરવામાં આવતો હોય છે. આ હોળીના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે. 

1/4
image

35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવ્યા બાદ તેના દર્શન કરવા માટે દૂર દૂરથી આવ્યા છે. ખાસ ગાંધીનગરના પાલજ ગામે  ફાગણી સુદ પૂનમના દિવસે  હોળી પ્રગટાવવામાં આવે છે જે હોળીનું વિશેષ મહત્વ છે. અહીંયા હોળી પ્રગટાવીને વર્ષો જૂની પરંપરા  લોકો તેના અંગારા પર ચાલે છે અને જેમાં બાળકોથી લઈને મોટેરાંઓ બધા જ જોડાય છે.

2/4
image

ચમત્કાર જેવી  લાગતી આ પરંપરા ગામના લોકો માટે વર્ષો જૂની પરંપરા છે અને જ્યાં 200 ટન લાકડાના મદદથી 35 ફૂટ ઊંચી હોળીને પ્રગટાવવામાં આવે છે અને  અંગારા  પર ચાલીને લોકોએ પરંપરા આજે પણ જાળવી રાખે છે.

3/4
image

7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હોળીના દિવસે દિવસ દરમ્યાન લાડવા બનાવીને ઉજવણી કરવામાં આવતી હોય છે. હોળીના પ્રાગટ્ય માટે દસ દિવસ પહેલા જ તૈયારીઓ આરંભી દેવામાં આવતી હોય છે.

4/4
image

ગામના યુવાનો 200થી 300 ટન લાકડાં ભેગાં કરીને ગામના પાદરે 35 ફૂટ ઊંચી હોળીને પ્રગટવા કરવા માટેની વ્યવસ્થા કરી છે.