આજથી આ 3 રાશિવાળા જબરદસ્ત લાભ માટે થઈ જાઓ તૈયાર! દુર્લભ રાજયોગ તમને અપાવશે પદ-પ્રતિષ્ઠા અને આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
હાલ વર્ષ 2024નો અંતિમ મહિનો ડિસેમ્બર ચાલુ છે અને આ મહિને અનેક મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થયું છે અને ગ્રહોની યુતિ થઈ છે જ્યારે કેટલીક યુતિ થવાની બાકી છે. વૈદિક પંચાંગ મુજબ 13 ડિસેમ્બર 2024ના રોજ ચંદ્રમા વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં પહેલેથી જ ગુરુ બિરાજમાન છે. જેનાથી ગજકેસરી રાજયોગ બનશે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમા અને ગુરુની યુતિથી બનનારા ગજકેસરી રાજયોગને ખુબ જ શુભ માનવામાં આવે છે. અત્રે જણાવવાનું કે જ્યારે ગુરુની ચંદ્રમા સાથે યુતિ થાય છે ત્યારે ગજકેસરી નામના શક્તિશાળી રાજયોગનું નિર્માણ થાય છે. આવામાં ગજકેસરી રાજયોગ બનવાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ દરમિયાન આ રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે.
વૈદિક પંચાંગ મુજબ 13 ડિસેમ્બર 2024ના રોજ ચંદ્રમા બપોરે 1.18 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ ગુરુ બિરાજમાન છે. આવામાં ચંદ્રમા અને ગુરુનું મિલન ગજકેસરી રાજયોગનું નિર્માણ કરશે. અત્રે જણાવવાનું કે હાલ ગુરુ બૃહસ્પતિ વક્રી અવસ્થામાં છે અને વૃષભ રાશિમાં બિરાજમાન છે. ગુરુ અને ચંદ્રમાની યુતિથી બનનારો આ ગજકેસરી યોગ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
ગજકેસરી રાજયોગ વૃષભ રાશિના જાતકો માટે ખુબ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ દરમિયાન વૃષભ રાશિવાળાને મનગમતી નોકરી મળી શકે છે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. પરિણીત લોકોના સંબંધ મજબૂત થશે અને અપરિણીત લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધાર થશે.
કન્યા રાશિ
ગજકેસરી રાજયોગ બનવાથી કન્યા રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. માતા પિતા અને ગુરુનો પૂરેપૂરો સહયોગ મળશે. કામમાં નવી જવાબદારીઓ મળશે. તમને મહેનતનું સારું ફળ મળશે. નોકરીયાત હશો તો તમને બોનસ અને ઈન્સેન્ટિવ મળી શકે છે. વૈવાહિક જીવનમાં તાલમેળ અને ખુશીઓ વધશે. આ દરમિયાન કારોબારમાં પ્રગતિ સાથે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો.
વૃશ્ચિક રાશિ
ગુરુ અને ચંદ્રમાની યુતિ વૃશ્ચિક રાશિવાળા માટે ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ યોગ તમારા માટે અનેક ફાયદા લઈને આવશે. કરિયરમાં સફળતા મળશે અને વેપારમાં નફો થશે. પરિવારમાં ખુશીઓ વધશે. જીવનસાથી અને સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને અપાર ધનલાભના યોગ છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos