₹21 પર આવી ગયો ₹350 રૂપિયાવાળો શેર, હવે નાદારી પ્રક્રિયા પર આવ્યું નવું અપડેટ
Stock Crash: એક સમયે દેશભરમાં ચર્ચામાં રહેતી કોફી ડે એન્ટરપ્રાઇઝના શેરમાં ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. કંપની નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. હવે તેમાં મહત્વનું અપડેટ સામે આવ્યું છે.
Coffee Day Enterprises Ltd: કોફી ડે એન્ટરપ્રાઇઝિસની નાદારી પ્રક્રિયા પર એક નવું અપડેટ બહાર આવ્યું છે. હવે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના અગાઉના આદેશને બાજુ પર રાખ્યો છે, જેમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) માં કાફે કોફી ડેની પેરેન્ટ કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝ લિમિટેડ (CDEL) નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ન્યાયિક સભ્ય જસ્ટિસ શરદ કુમાર શર્મા અને ટેકનિકલ સભ્ય જતીન્દ્રનાથ સ્વેનની બેન્ચે ગુરુવારે NCLTના આદેશને રદ કર્યો હતો.
શું છે વિગત
જણાવી દઈએ કે ઓગસ્ટ 2024માં, CDELના ડિરેક્ટર માલવિકા હેગડેએ આદેશને પડકાર્યા બાદ NCLAT એ NCLTના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. તેઓએ દલીલ કરી હતી કે ITSL નાદારી અને નાદારી કોડ (IBC) ની કલમ 7 હેઠળ નાણાકીય લેણદાર તરીકે લાયક નથી અને તેથી, નાદારીની કાર્યવાહી શરૂ કરી શકતી નથી. સપ્ટેમ્બર 2023માં દાખલ કરાયેલી ITSLની અરજી અનુસાર, CDEL એ 2019માં ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં પ્રવેશ કર્યો હતો, જે હેઠળ તેણે ₹200 કરોડના બિન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ જારી કર્યા હતા. ITSLએ દલીલ કરી હતી કે CDEL એ 2019 અને 2020 વચ્ચે ચાર વખત ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યું હતું.
કંપનીના શેરની સ્થિતિ
કંપનીના શેરનું ડ્રેડિંગ અત્યારે બંધ છે. તેની છેલ્લી ટ્રેડિંગ કિંમત 21.28 રૂપિયા છે. આ 24 ફેબ્રુઆરીના ટ્રેડિંગની કિંમત છે. મહત્વનું છે કે આ શેર લાંબા સમયથી પોતાના ઈન્વેસ્ટરોને નુકસાન કરાવી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. તો છેલ્લા છ મહિનામાં 45% અને વર્ષ 2025માં અત્યાર સુધી કંપનીના શેરમાં 10 ટકા અને એક વર્ષમાં 65% સુધીનો ઘટાડો થયો છે. 19 જાન્યુઆરી 2018ના શેરની કિંમત 350 રૂપિયા હતી. ત્યારથી અત્યાર સુધી શેરની કિંમત 95 ટકા જેટલી તૂટી છે.
Trending Photos