રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના કમકમાટીભર્યા મોત

Rajkot Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત અકસ્માતની મોટી ઘટના બની છે. આ અકસ્માત રાજકોટના માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે.

1/5
image

રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માત 6 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એકની હાલ ગભીર છે. ઘટનાની જાણ થતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર છે કે, ટ્રકની અડફેટે ચડતા રિક્ષાનો છૂંદો વળી ગયો છે. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે.

ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત

2/5
image

મળતી વિગતો મુજબ, આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે, જ્યારે એકની હાલત ગંભીર છે. હાલ ઈજાગ્રસ્તને બચાવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને વાહન ચાલકો દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ટ્રક નીચે ફસાયેલી રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.  

એક જ પરિવારના 6 લોકોના મોત

3/5
image

આ અકસ્માતમાં રીક્ષામાં સવાર માતા-પુત્રી, પતિ-પત્ની સહિત એક જ પરિવારના 6 લોકોના મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર રીક્ષામાં સવાર પરિવાર લગ્નમાં જઈ રહ્યો હતો. અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે ટ્રક આવી રહ્યો હતો. અકસ્માત સ્થળે ડિવાઈડર હોવાથી અન્ય ટ્રકને બચાવવા જતાં રીક્ષાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ

4/5
image

ઘટનાની જાણ થતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અકસ્માતના પગલે હાઈવે પર 7 થી 8 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે.

પોલીસે તપાસ હાથ ધરી

5/5
image

નોંધનીય છે કે, છેલ્લા 6 થી 7 વર્ષથી અમદાવાદ-રાજકોટ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. હાલ તો તમામ મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.