એક્ટિવા પર આવેલી યુવતી કપડા ચોરીને ભાગી ગઈ, જામનગરમાં અનોખી ચોરી CCTV માં કેદ!
Jamnagar News : જામનગરમાં અનોખી ચોરી CCTV કેમેરામા કેદ થઈ છે. એક યુવતી ઘરની બહાર રાખેલા કપડાં ચોરી કરતી cctv માં કેદ થઈ છે. જામનગરના રામેશ્વરનગર વિનાયક પાર્ક, ગરબી ચોકમાં કપડા ચોરીની અનોખી ચોરીની ઘટનાથી ચર્ચા ઉઠી છે. એક્ટિવા પર આવેલી યુવતીએ શેરીમાં રેકી કર્યાં બાદ ધરની બહાર સૂકવેલા કપડા ચોરી કરી પલાયન થઈ હતી.
શહેરના રામેશ્વર નગર પાછળ આવેલ વિનાયક પાર્કમાં ગઇકાલ બપોરના ભાગે ચોરીની એક અનોખી ઘટના સામે આવી હતી. જેમાં સંસ્કારી ઘરની લાગતી યુવતી સ્કૂટર પર આવેલી યુવતીએ પહેલા શેરીમાં રેકી કરી હતી. તે મોબાઈલ પર વાત કરવાના બહાને એક્ટિવા પર આવી હતી. શેરીમાં રેકી કર્યાં બાદ ઘરની બહાર સુકવેલા કપડાની ચોરી કરી ભાગી હતી. પાડોશીઓએ બુમાબુમ કરતા યુવતી પલાયન થઈ ગઇ હતી.
સમગ્ર ઘટના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં ભારે ચકચાર જાગી છે. તે બાદ મામલો પોલીસ મથકે લઈ જવાયો હતો, મોડી રાત્રે યુવતીની ઓળખ થતા અને પાસેની શેરીમાં ભાડેના મકાનમાં રહેતી હોવાનું જાણવા મળતા પાડોશી મહિલાઓનું ટોળુ એકઠું થઈ યુવતીના ઘરે પહોચ્યું હતું.
યુવતીએ કપડા ચોરીની કબૂલાત કરી કપડા પરત કર્યા હતા. મકાન માલિકે મકાન ખાલી કરાવવાની બાંહેધરી લેતા તેની મધ્યસ્થી મામલો થાળે પડ્યો હતો. હાલ તો યુવતી ચોરી કરતી હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે રમૂજી ફેલાઈ છે.
કપડાં ચોરીની ઘટનાથી શહેરમાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર ઘટના CCTV કેમેરા માં કેદ થતા આ યુવતી કોણ છે તે અંગે ચર્ચા શરુ થઈ છે. કપડાં ચોરીના cctv સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
Trending Photos