એક દિવસમાં 3 કપથી વધુ ચા પીતા હોવ તો સાવધાન...આ 3 ગંભીર સમસ્યા માટે તૈયાર રહો!
Excessive Drinking Of Tea: આપણા દેશમાં ચા એક એવું પીણુ છે કે પાણી બાદ કદાચ સૌથી વધુ પીવાતું હશે. પરંતુ કેટલાક લોકો ચાનું વધુ પડતું સેવન કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. ખાસ જાણો.
Trending Photos
Side Effects Of Drinking Tea: ભારતમાં ચાના શોખીનોની કોઈ કમી નથી. તેના વગર તો અનેક લોકોના દિવસની શરૂઆત સુદ્ધા થતી નથી અને ચાની ચુસ્કી વગર ઘણા લોકોને તો માથાનો દુખાવો કે થાકનો પણ સામનો કરવો પડતો હોય છે. ચા પીવે તો જ તાજગી અને સ્ફૂર્તીનો અહેસાસ તેમને થતો હોય છે. ઘણા લોકોને ચાની તલબ એવી હોય છેકે આખો દિવસ પીતા રહે છે. જો કે આવા લોકોએ સમજવું જોઈએ કે વધુ પડતી ચા પીવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ગ્રેટર નોઈડાના GIMS હોસ્પિટલમાં ફરજ બજાવતા જાણીતા ડાયેટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે આપણે એક દિવસમાં કેટલી ચા પીવી જોઈએ.
એક દિવસમાં કેટલી ચા પીવી જોઈએ
આપણે જાણીએ છીએ કે ચામાં કેફીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે એટલું સારું ગણાતું નથી. જો કે તે ચાની પત્તીઓની ક્વોલિટી ઉપર પણ આધાર રાખે છે કે કઈ બ્રાન્ડમાં કેટલું કેફીન હશે. સામાન્ય રીતે એક કપ ચામાં લગભગ 60 મિલીગ્રામ કેફીન હોય છે. તે રીતે જોઈએ તો એક દિવસમાં 3 કપથી વધુ ચા પીવી એ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વધુ પડતી ચાથી થતા નુકસાન વિશે જાણો.
1. આયર્નની કમી
જો તમે એક દિવસમાં 4 કે તેનાથી વધુ કપ ચા પીતા હોવ તો ચામાં રહેલું ટેિન બોડીમાં આયર્નના એબ્ઝોર્બ્શનની કેપેસિટી ઘટાડે છે. જે લોકો શાકાહારી હોય છે તેમના માટે ચાનું વધુ પડતું સેવન ખરાબ અસર કરી શકે છે.
2. ચક્કર આવવા
ચામાં કેફીનનું પ્રાણ વધુ પડતું હોય છે જે આપણા મગજ પર ખરાબ અસર કરી શકે છે. તેના કારણે ચક્કર આવી શકે છે. આથી મોટા ભાગના હેલ્થ એક્સપર્ટ્સ વધુ પડતી ચાના સેવનથી બચવાની સલાહ આપે છે.
3. છાતીમાં બળતરા
જો તમે એક દિવસમાં 5થી 10 કપ ચા પીતા હોવ તો એસિડ રિફલક્સની પરેશાની વધી જાય છે. જેના કારણે તમને છાતીમાં બળતરાની ફરિયાદ થઈ શકે છે. આથી તમે આ શોખ પર કંટ્રોલ કરવાની કોશિશ કરો.
4. ઊંઘ ઓછી થાય
ચા તમને તાજગી જરૂર અહેસાસ કરાવે જેથી કરીને તમે દિવસભરના જરૂરી કામ ટેન્શન ફ્રી થઈને કરી શકો પરંતુ તમે જો સતત ચા પીતા રહો તો તેનાથી ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટર/એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે