Haldi: આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો સ્કિન પર, ચહેરા પરના વાળથી મળી જશે છુટકારો
Haldi: જો તમે પણ ચહેરા પરના વાળથી પરેશાન છો અને તેને દુર કરવા વાંરવાર પાર્લરના ધક્કા ખાવ છો તો આ રીતે હળદરનો ઉપયોગ શરુ કરી દો. આ રીતે હળદરનો ઉપયોગ કરવાથી ચહેરાની રુંવાટી કાયમ માટે દુર થઈ જશે.
Trending Photos
Haldi: મહિલાઓના ચહેરા પર જો વાળ હોય તો તેની સુંદરતા પર ગ્રહણ લાગી જાય છે. ચહેરા પર વાળ આવવા સામાન્ય વાત છે તેનાથી છુટકારો મેળવવા માટે મહિલાઓ વેક્સ, થ્રેડિંગ અને લેસર જેવી ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. કેટલીક મહિલાઓ તો ચહેરાના વાળને છુપાવવા માટે બ્લીચનો ઉપયોગ પણ કરે છે. આ બધી જ પ્રક્રિયામાં તકલીફ પણ થાય છે અને સ્કિનને નુકસાન થવાનો ભય પણ રહે છે. પરંતુ કોઈપણ પ્રકારની તકલીફ વિના ચહેરાના વાળ દૂર કરીને ચહેરાની સુંદરતા વધારવી હોય તો હળદરનો ઉપયોગ કરવાનું શરૂ કરો.
હળદર એવી વસ્તુ છે જે ચહેરા પરના વાળને કાયમ માટે દૂર કરી શકે છે. આ રીતે હળદરનો ઉપયોગ ચહેરા પર કરશો તો ત્વચાની રંગત પણ સુધરશે અને ધીરે ધીરે ચહેરાના વાળ પણ દૂર થવા લાગશે.
હળદર અને ચણાનો લોટ
ચહેરા પરના વાળને દૂર કરવા માટે ચણાના લોટમાં ચપટી હળદર મિક્સ કરીને તેમાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો. આ પેસ્ટ સુકાઈ જાય પછી હળવા હાથે મસાજ કરતા કરતા પેસ્ટને સાફ કરો. ત્યાર પછી પાણીથી ચહેરો ધોઈ લો.
હળદર અને એલોવેરા
ચહેરા પરના વાળને દૂર કરવા માટે હળદર અને એલોવેરા પણ ઉપયોગી છે. તેના માટે બે ચમચી એલોવેરા જેલમાં ચપટી હળદર અને ગુલાબજળ મિક્સ કરી મિશ્રણ બનાવો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને સુકાવા દો. મિશ્રણ સુકાઈ જાય પછી આંગળીની મદદથી ઉલટી દિશામાં મસાજ કરો અને ચહેરાને પાણીથી સાફ કરો.
ચોખાનો લોટ અને હળદર
ચહેરામાં વાળને કાયમી દૂર કરવા હોય તો ચોખાનો લોટ સૌથી ઉપયોગી છે. 2 ચમચી ચોખાના લોટમાં અડધી ચમચી હળદર પાઉડર અને દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી એન્ટી ક્લોક વાઈઝ મસાજ કરીને હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે