Beauty Hacks: સ્કિન પર ભુલથી પણ આ 5 વસ્તુ લગાડતા નહીં, એકદમ ખરાબ થઈ જશે ત્વચા
Never Try These Beauty Hacks: ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે અલગ અલગ બ્યુટી હૈક્સ ટ્રાય કરવામાં આવે છે. પરંતુ કેટલીક ટીપ્સ એવી હોય છે જેને ટ્રાય કરવાની એક્સપર્ટ ના કહે છે. આજે તમને આવી જ 5 વસ્તુઓ વિશે જણાવીએ જેને ચહેરા પર ક્યારેય અપ્લાય કરવી નહીં.
Trending Photos
Never Try These Beauty Hacks: ઘરના રસોડામાં જ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ સ્કીન કેર માટે કરવામાં આવે છે. જેમકે હળદર, કોફી, ચણાનો લોટ, દહીં જેવી વસ્તુઓથી ત્વચાની સુંદરતા વધી શકે છે. આ વસ્તુઓને અલગ અલગ રીતે સ્કીન કેરમાં સામેલ કરવામાં આવે છે. આ વસ્તુઓ સ્કીન માટે સારી છે અને વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનો સ્કીન કેરમાં ઉપયોગ કરવાથી સ્કીન સંબંધિત સમસ્યા વધી શકે છે. કેટલાક એવા બ્યુટી હેક્સ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે પરંતુ આ બ્યુટી હેકને ટ્રાય કરવાની ભૂલ કરવી નહીં.
લીંબુનો રસ
લીંબુનો રસ નેચરલ બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે. ઘણા લોકો ચણાના લોટમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાડે છે પરંતુ આ રીતે લીંબુનો રસ લગાડવાથી ચહેરાની સમસ્યા વધી શકે છે. સનબર્ન હોય કે સેન્સીટીવ સ્કીન માટે લીંબુ ખરાબ સાબિત થાય છે.
સરસવનું તેલ
સરસવનું તેલ માલિશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નાના બાળકોને પણ માલિશ સરસવના તેલથી કરવામાં આવે છે. પરંતુ ચહેરા પર સરસવનું તેલ લગાડવું નહીં. સરસવનું તેલ ત્વચા પર લગાડવાથી ત્વચા કાળી પડી શકે છે.
બેકિંગ સોડા
બેકિંગ સોડા સ્કિન માટે હાર્શ સાબિત થઈ શકે છે. બેકિંગ સોડા ચહેરા પર લગાડવાની ભૂલ ક્યારે કરવી નહીં. બેકિંગ સોડાને કોઈપણ રીતે ચહેરા પર અપ્લાય કરશો તો ત્વચાનું પીએચ બેલેન્સ બગડી જશે અને તેના કારણે ડ્રાયનેસ, બળતરા અને સેન્સેટિવિટી વધી જશે.
પેટ્રોલિયમ જેલી
પેટ્રોલિયમ જેલી મોશ્ચુરાઈઝર તરીકે પણ વાપરવામાં આવે છે. હાથ અને પગ પર લગાડવામાં આવતી પેટ્રોલિયમ જેલી ચહેરા પર અપ્લાય કરવી નહીં. વેસેલીન એટલે કે પેટ્રોલિયમ જેલી સ્કિનના પોર્સને બંધ કરી દે છે તેના કારણે ચહેરા પર બ્લેકહેડ્સ અને ખીલ વધી શકે છે.
આલ્કોહોલ બેસ્ડ પ્રોડક્ટ
ઘણા સ્કીન ટોનર, ક્લીન્ઝર અને સીરમમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે. આ પ્રકારની વસ્તુઓ ઘણી બધી સ્કિન પ્રોબ્લેમ વધારી શકે છે. નિયમિત આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી સ્કીન બેજાન અને ડ્રાય થઈ જાય છે. જે લોકોની સ્કિન પહેલાથી જ ડ્રાઈ હોય તેમની સ્કિનની સેન્સિટીવીટી આવી વસ્તુઓ વધારી દેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે